- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ
- ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બનાવ્યો સૌથી મોટો સ્કોર
- 5 વિકેટના નુકસાને ભારતે 399 રન બનાવ્યા
ઈંદોરના હોલ્કર સ્ટેડિયમમાં રમવામાં આવેલી બીજી વનડેમાં ભારતીય બેટ્સમેનોઓ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર બેટિંગ કરી છે. શુભમન ગિલે 104, શ્રેયસ અય્યરે 105 અને સૂર્યકુમાર યાદવે 37 બોલમાં અણનમ 72 રનની ઈનિંગ રમી છે. જેના કારણે ભારતે 50 ઓવર બાદ 5 વિકેટના નુકસાને 399 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતનો આ સૌથી મોટો સ્કોર છે.
ગિલ,અય્યર,સૂર્યાની આક્રામક બેટિંગ
ટોસ હારીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી નહતી. ઈનિંગની ચોથી ઓવરમાં ઋતુરાજ ગાયકવાડ માત્ર 8 રન બનાવીનને આઉટ થયો હતો. જો કે, તે બાદ શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે ઓસ્ટ્રેલિયાના બોલર્સને દિવસે તારા બતાવી દીધા હતા. બંનેએ બીજી વિકેટ માટે 200 રનની પાર્ટનરશિપ કરી હતી.
શુભમન-અય્યરે ફટકારી સદી
શુભમન ગિલે 97 બોલમાં 6 ફોર અને 4 સિક્સની મદદથી 104 રન બનાવ્યા હતા. સાથે શ્રેયસ અય્યરે 90 બોલમાં 11 ફોર અને 3 સિક્સની મદદથી 105 રન બનાવ્યા હતા. આ બંને ખેલાડીના આઉટ થયા બાદ પણ રન બનાવવાની ઝડપ ઓછી થઈ નહતી. ઈશાન કિશને ક્રીઝ પર આવતાની સાથે સિક્સ લગાવી હતી. ઈશાન 18 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. ઈશાને પોતાની ઈનિંગમાં 2 ફોર અને 2 સિક્સ ફટકારી હતી.
સૂર્યા અને કેએલ રાહુલનું તૂફાન
ઈશાન કિશનના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ કેપ્ટન કેએલ રાહુલે પણ મોટા-મોટો શોટ માર્યા હતા. સૂર્યાએ કેમરુન ગ્રીનની ઓવરમાં 4 બોલમાં 4 સિક્સ લગાવી હતી. આ દરમિયાન કેએલ રાહુલ 38 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલે પોતાની ઈનિંગમાં 3 ફોર અને 3 સિક્સ લગાવી હતી.
સૂર્યકુમારે બનાવ્યા 72 રન
સૂર્યકુમાર યાદવે માત્ર 37 બોલમાં 72 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ તેની સળંગ બીજી ફિફ્ટી હતી. સૂર્યાએ પોતાની ઈનિંગમાં 6 ફોર અને 6 સિક્સ લગાવી હતી. તેની સાથે રવિન્દ્ર જાડેજાએ 9 બોલમાં અણનમ 13 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના બોલરનું પ્રદર્શન
ઓસ્ટ્રેલિયા માટે કેમરુન ગ્રીને સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. જો કે, કેમરુન ખુબ મોંઘો સાબિત થયો હતો. ગ્રીને પોતાની 10 ઓવરમાં 103 રન આપ્યા હતા. આ ઉપરાંત એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ અને સીએ એબોલે 1-1 વિકેટ લીધી હતી.