• ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ
  • શુભમન ગિલે રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો
  • ગિલ સૌથી વધુ સિક્સ ફટકારનારો ખેલાડી બન્યો

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી શુભમન ગિલ અત્યારે શાનદાર ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમવામાં આવતી બીજી વનડેમાં ફિફ્ટી ફટકાર્યા બાદ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. ફિફ્ટી પૂર્ણ કર્યા બાદ ગિલે સિક્સ ફટકારવી શરૂ કરી છે. આ સિક્સને લઈ ગિલે પોતાના નામે એક મોટો રેકોર્ડ દાખલ કર્યો છે.

શુભમન ગિલે રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો

આ વર્ષ ભારતીય ટીમના પ્રિન્સ ગિલના નામે રહ્યું છે. તે પહેલાંથી જ સૌથી વધુ રન બનાવનારો ખેલાડી છે, ત્યારે હવે ગિલે આ વર્ષે સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. ગિલે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 44 સિક્સ ફટકારી છે. આ લિસ્ટમાં 43 સિક્સ સાથે કેપ્ટન રોહિત શર્મા બીજા નંબરે છે.

અય્યર-ગિલે સંભાળી ઈનિંગ

ઈંદોરમાં રમવામાં આવતી મેચની વાત કરવામાં આવે તો, પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમને શરૂઆતમાં મોટો ઝટકો લાગ્યો હતો. ટીમના ઓપનર ઋતુરાજ ગાયકવાડ આઉટ થયો હતો. જો કે, તે બાદ ટીમે શાનદાર વાપસી કરી છે. ગિલ અને અય્યરે આગળની ઈનિંગ સંભાળી છે.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન

ભારત- શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(વિકેટકીપર/કેપ્ટન), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી અને પ્રસિદ્ધ કૃષ્ણા

ઓસ્ટ્રેલિયા- ડેવિડ વોર્નર, મેથ્યૂ શોર્ટ, સ્ટિવન સ્મિથ, માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ, એલેક્સ કૈરી(વિકેટકીપર),કેમરુન ગ્રીન, સીન એબોટ, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ, સ્પેંસર જોનસન

  • Follow us on: