• ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ
  • 3 મેચની સીરિઝનું કરાયું આયોજન
  • પ્રથમ મેચમાં ભારતીય ટીમની થઈ જીત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી 3 વનડે મેચ સીરિઝની બીજી મેચમાં ભારતીય ટીમની 99 રને જીત થઈ છે. આ જીત સાથે ભારતીય ટીમે સીરિઝ પણ જીતી છે. હવે આ સીરિઝની અંતિમ મેચ 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આજની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 50 ઓવર બાદ 5 વિકેટના નુકસાને 399 રન બનાવ્યા હતા. ભારત માટે સૌથી વધુ 105 રન શ્રેયસ અય્યરે કર્યા હતા, જ્યારે શુભમન ગિલે 104, કેએલ રાહુલે 52 અને સૂર્યકુમાર યાદવે અણનમ 72 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, ડેવિડ વોર્નરે 39 બોલમાં 53 અને સીન એબોટે અણનમ 54 પર રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાની ઈનિંગ 

188/8 (25 ઓવર)- ભારતીય ટીમને 8મી સફળતા મળી છે. રવિન્દ્ર જાડેજાએ 5 બોલમાં 5 રન કરનારા એડમ ઝામ્પાને આઉટ કર્યો છે. હવે ઓસ્ટ્રેલિયા માટે સીન એબોટ બોલ પર રન કરીને અને જોશ હેઝલવુડ બોલ પર રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 16 રન આપ્યા છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ 6 બોલમાં 56 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે રવિચંદ્રન અશ્વિને 6 ઓવરમાં 35 રન આપીને 3 વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ 5 ઓવરમાં 42 રન આપીને 2 વિકેટ લીધી છે.

136/7 (20 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી બીજી વનડે મેચમાં ભારતના બોલરનો દબદબો જોવા મળી રહ્યો છે. ભારતના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયાના 3 ખેલાડીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. સાથે જાડેજાએ એક ખેલાડીને આઉટ કર્યો છે. અશ્વિને 39 બોલ પર 53 રન કરનારા ડેવિડ વોર્નર અને 9 બોલ પર 6 રન કરનારા જોશ ઈંગ્લિસને આઉટ કર્યો છે. સાથે જાડેજાએ 12 બોલ પર 14 રન કરનારા એલેક્સ કૈરીને આઉટ કર્યો છે. આ ઉપરાંત કેમરુન ગ્રીન 19 રન કરીને રનઆઉટ થયો છે. હવે ઓસ્ટ્રેલિયા માટે સીન એબોટ 6 બોલ પર 1 રન કરીને અને એડમ ઝામ્પા 1 બોલ પર 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે.

90/3 ( 13 ઓવર)- વરસાદ બાદ ફરી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ શરૂ કરવામાં આવી છે. જો કે, વરસાદના કારણે ઓવરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ઓસ્ટ્રેલિયાને DLS મેથડ અંતર્ગત 33 ઓવરમાં 317 રનના ટાર્ગેટ મળ્યો છે. આ તમામ વચ્ચે રવિચંદ્રન અશ્વિને 31 બોલમાં 27 રન કરનારા માર્નસ લાબુશેનને આઉટ કર્યો છે. અત્યારે ડેવિડ વોર્નર 37 બોલ પર 48 રન કરીને અને જોશ ઈંગ્લિશ 1 બોલ પર 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમી અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 4-4 ઓવર નાખી છે. જેમાં શમીએ 16 રન આપ્યા છે, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ 31 રન આપીને 2 વિકેટ લીધી છે. સાથે રવિચંદ્રન અશ્વિને 3 ઓવરમાં 21 રન આપીને 1 વિકેટ લીધી છે અને શાર્દુલ ઠાકુરે 2 ઓવરમાં 20 રન આપ્યા છે. 

56/2 ( 9 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી બીજી વનડે મેચમાં 9 ઓવરની રમત પૂર્ણ થઈ છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે ડેવિડ વોર્નર 24 બોલ પર 26 રન કરીને અને માર્નસ લાબુશેન 21 બોલ પર 17 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમી અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 4-4 ઓવર નાખી છે. જેમાં શમીએ 16 રન આપ્યા છે, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ 31 રન આપીને 2 વિકેટ લીધી છે. આ સાથે જ રવિચંદ્રન અશ્વિને 1 ઓવર નાખી છે. જેમાં અશ્વિને 7 રન આપ્યા છે.

26/2 ( 5 ઓવર)- ભારતીય બોલર્સનો ઓસ્ટ્રેલિયા પર દબદબો જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના ઓપનર મેથ્યૂ શોર્ટ 8 બોલમાં 9 રન કરીને અને સ્ટિવ સ્મિથ પ્રથમ બોલમાં જ ખાતું ખોલ્યા વિના આઉટ થયો છે. ઓસ્ટ્રેલિયાના આ બંને ખેલાડીને પ્રસિદ્ધ કૃષ્ણાએ પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. અત્યારે ઓસ્ટ્રેલિયા માટે ડેવિડ વોર્નર 14 બોલ પર 13 રન કરીને અને માર્નસ લાબુશેન 7 બોલ પર 3 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, મોહમ્મદ શમીએ 3 ઓવર નાખી છે. જેમાં શમીએ 15 રન આપ્યા છે. સાથે પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 ઓવર નાખી છે. જેમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ 11 રન આપીને 2 વિકેટ લીધી છે.

ભારતની ઈનિંગ

399/5 (50 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી બીજી વનડે મેચની પ્રથમ ઈનિંગ પૂર્ણ છે. ભારતે 50 ઓવર બાદ 5 વિકેટના નુકસાને 399 રન બનાવ્યા છે. જેથી ઓસ્ટ્રેલિયાને જીત માટે 400 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત માટે સૌથી વધુ 105 રન શ્રેયસ અય્યરે કર્યા છે, જ્યારે શુભમન ગિલે 104, સૂર્યકુમાર યાદવે અણનમ 72 અને ભારતીય કેપ્ટન કેએલ રાહુલે 52 રન કર્યા છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, સ્પેંસર જોનસને 8 ઓવર નાખી છે. જેમાં તેમણે 61 રન આપ્યા છે. સાથે જોશ હેઝલવુડે 10 ઓવર નાખી છે. જેમાં હેઝલવુડે 62 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત સીન એબોટે 10 ઓવરમાં 91 રન આપીને 1 વિકેટ લીધી છે. આ સાથે જ કેમરુન ગ્રીને 10 ઓવરમાં 103 રન આપીને 1 વિકેટ લીધી છે. ઉપરાંત એડમ ઝામ્પાએ 10 ઓવરમાં 67 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે જ મેથ્યૂ શોર્ટે 2 ઓવર નાખી છે. જેમાં તેમણે 15 રન આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમની જીત થઈ હતી. સાથે આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

345/4 (45 ઓવર)- છેલ્લી 5 ઓવરમાં ભારતીય ટીમને એક ઝટકો લાગ્યો છે. ઈશાન કિશન 18 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો છે. આ સાથે કેપ્ટન કેએલ રાહુલે ફિફ્ટી ફટકારી છે. અત્યારે ભારત માટે કેએલ રાહુલ 36 બોલ પર 51 રન કરીને અને સૂર્યકુમાર યાદવ 18 બોલ પર 34 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, સ્પેંસર જોનસને 8 ઓવર નાખી છે. જેમાં તેમણે 61 રન આપ્યા છે. સાથે જોશ હેઝલવુડે 9 ઓવર નાખી છે. જેમાં હેઝલવુડે 50 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત સીન એબોટે 8 ઓવરમાં 64 રન આપીને 1 વિકેટ લીધી છે. આ સાથે જ કેમરુન ગ્રીને 8 ઓવરમાં 88 રન આપીને 1 વિકેટ લીધી છે. ઉપરાંત એડમ ઝામ્પાએ 10 ઓવરમાં 67 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે જ મેથ્યૂ શોર્ટે 2 ઓવર નાખી છે. જેમાં તેમણે 15 રન આપ્યા છે.

296/3 (40 ઓવર)- 3 વિકેટ ગુમાવ્યા બાદ પણ ભારતીય બેટ્સમે અટકવાનું નામ લઈ રહ્યા નથી. અત્યારે કેપ્ટન કેએલ રાહુલ 26 બોલ પર 43 રન કરીને અને ઈશાન કિશન 16 બોલ પર 25 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા માટે સ્પેંસર જોનસને 8 ઓવર નાખી છે. જેમાં તેમણે 61 રન આપ્યા છે. સાથે જોશ હેઝલવુડે 8 ઓવર નાખી છે. જેમાં હેઝલવુડે 47 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત સીન એબોટે 7 ઓવરમાં 56 રન આપીને 1 વિકેટ લીધી છે. આ સાથે જ કેમરુન ગ્રીને 7 ઓવરમાં 62 રન આપીને 1 વિકેટ લીધી છે. ઉપરાંત એડમ ઝામ્પાએ 8 ઓવરમાં 55 રન અને મેથ્યૂ શોર્ટે 2 ઓવરમાં 15 રન આપ્યા છે.

249/3 (35 ઓવર)- ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી બીજી વનડે મેચમાં શુભમન ગિલે સદી ફટકારી છે. જો કે, સદી ફટકાર્યા બાદ ગિલ આઉટ થયો છે. 104 રન બનાવીને ગિલ આઉટ થયો છે. અત્યારે ભારત માટે કેપ્ટન કેએલ રાહુલ 11 બોલ પર 18 રન કરીને અને ઈશાન કિશન 1 બોલ પર 6 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, સ્પેંસર જોનસને 6 ઓવર નાખી છે. જેમાં તેમણે 45 રન આપ્યા છે. સાથે જોશ હેઝલવુડે 7 ઓવર નાખી છે. જેમાં હેઝલવુડે 40 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત સીન એબોટે 6 ઓવરમાં 43 રન આપીને 1 વિકેટ લીધી છે. આ સાથે જ કેમરુન ગ્રીને 6 ઓવરમાં 51 રન આપીને 1વિકેટ લીધી છે. ઉપરાંત એડમ ઝામ્પાએ 8 ઓવરમાં 55 રન અને મેથ્યૂ શોર્ટે 2 ઓવરમાં 15 રન આપ્યા છે.

210/1 (30 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી બીજી વનડે મેચમાં શ્રેયસ અય્યરે સદી ફટકારી છે. અય્યરે બોલ 86 પર 100 રન પૂર્ણ કર્યા છે. અય્યરની આ સદી સાથે 30 ઓવરની રમત પૂર્ણ થઈ છે. અત્યારે ભારત માટે શુભમન ગિલ 83 બોલ પર 94 રન કરીને અને શ્રેય્સ અય્યર 86 બોલ પર 100 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, સ્પેંસર જોનસને 5 ઓવર નાખી છે. જેમાં તેમણે 40 રન આપ્યા છે. સાથે જોશ હેઝલવુડે 7 ઓવર નાખી છે. જેમાં હેઝલવુડે 40 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત સીન એબોટે 4 ઓવરમાં 32, કેમરુન ગ્રીને 5 ઓવરમાં 37, એડમ ઝામ્પાએ 7 ઓવરમાં 46 રન અને મેથ્યૂ શોર્ટે 2 ઓવરમાં 15 રન આપ્યા છે.

187/1(25 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી બીજી વનડે મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ છે. 25 ઓવર બાદ ભારતે 1 વિકેટના નુકસાને 187 રન બનાવ્યા છે. અત્યારે ભારત માટે ઓપનર શુભમન ગિલ 67 બોલ પર 85 રન કરીને અને શ્રેયસ અય્યર 72 બોલ પર 86 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, સ્પેંસર જોનસને 5 ઓવર નાખી છે. જેમાં તેમણે 40 રન આપ્યા છે. સાથે જોશ હેઝલવુડે 7 ઓવર નાખી છે. જેમાં હેઝલવુડે 40 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત સીન એબોટે 2 ઓવરમાં 24, કેમરુન ગ્રીને 4 ઓવરમાં 34, એડમ ઝામ્પાએ 5 ઓવરમાં 34 રન અને મેથ્યૂ શોર્ટે 2 ઓવરમાં 15 રન આપ્યા છે.
158/1(20 ઓવર)- ભારતના બેટ્સમેન શુભમન ગિલ અને શ્રેયસ અય્યર આક્રામક બન્યા છે. બંને બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી છે અને હજુ બેટિંગ કરી રહ્યા છે. જેથી ઓસ્ટ્રેલિયાના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અત્યારે ભારત માટે શુભમન ગિલ 54 બોલ પર 69 રન કરીને અને શ્રેયસ અય્યર 55 બોલ પર 74 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, સ્પેંસર જોનસને 5 ઓવર નાખી છે. જેમાં તેમણે 40 રન આપ્યા છે. સાથે જોશ હેઝલવુડે 4 ઓવર નાખી છે. જેમાં હેઝલવુડે 21 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત સીન એબોટે 2 ઓવરમાં 24, કેમરુન ગ્રીને 3 ઓવરમાં 28, એડમ ઝામ્પાએ 5 ઓવરમાં 34 રન અને મેથ્યૂ શોર્ટે 1 ઓવરમાં 11 રન આપ્યા છે.

117/1(15 ઓવર)- ઓસ્ટ્રેલિયાના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. શુભમન ગિલ અત્યારે 41 બોલ પર 58 રન કરીને અને શ્રેયસ અય્યર 37 બોલ પર 45 રન કરીને બેટિંગ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા માટે કેમરુન ગ્રીને 3 ઓવરમાં 28, એડમ ઝામ્પાએ 3 ઓવરમાં 21, હેઝલવુડે 4 ઓવરમાં 21, સ્પેંસરે 3 ઓવરમાં 23 અને એબોટે 2 ઓવરમાં 24 રન આપ્યા છે.

80/1(10 ઓવર)- ભારતીય બેટ્સમેન આક્રામક બન્યા છે. અત્યારે ભારત માટે શુભમન 117.86ની સ્ટ્રાઈક રેટ સાથે 28 બોલ પર 33 રન કરીને અને શ્રેયસ અય્યર 170ની સ્ટ્રાઈક રેટ સાથે 20 બોલ પર 34 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના બોલરની વાત કરવામાં આવે તો, ઓસ્ટ્રેલિયા માટે સ્પેંસર જોનસને 3 ઓવરમાં 23 રન આપ્યા છે. સાથે જોશ હેઝલવુડે 4 ઓવરમાં રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત સીન એબોટે 2 ઓવરમાં 24 રન અને કેમરુન ગ્રીને 1 ઓવરમાં 12 રન આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, 9.5 ઓવર બાદ ઈંદોરમાં વરસાદ આવ્યો હતો. જેથી મેચ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.

26/1(5 ઓવર)- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચની પ્રથમ ઈનિંગ શરૂ થઈ છે. આજની મેચમાં ભારતનો ઓપનર ઋતુરાજ ગાયકવાડ આક્રામક જોવા મળ્યો હતો. જો કે, 3.4 ઓવરે ઋતુરાજ 12 બોલમાં 8 રન કરીને આઉટ થયો છે. ઋતુરાજની વિકેટ જોશ હેઝલવુડે લીધી છે. અત્યારે ભારત માટે શુભમન ગિલ 12 બોલ પર 3 રન કરીને અને શ્રેયસ અય્યર 6 બોલ પર 10 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા માટે સ્પેંસર જોનસને 3 ઓવર નાખી છે. જેમાં સ્પેંસરે 23 રન આપ્યા છે. સાથે જોશ હેઝલવુડે 2 ઓવરમાં 3 રન આપીને 1 વિકેટ લીધી છે. 


ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ માટે ટોસ થયો છે. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ ઈંદોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ મેચમાં ભારતની જીત થઈ હતી. જેથી આજે ભારત સીરિઝ પર કબ્જો કરવા મેદાને ઉતરશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે મેચની સીરિઝની બીજી મેચ આજે રમવામાં આવશે. બંને વચ્ચે આ મેચ ઈંદોરના હોલ્કર સ્ટેડિયમમાં રમવામાં આવશે. ભારતે પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું. આ પ્રકારે કેએલ રાહુલના નૈતૃત્વવાળી ટીમ ઈન્ડિયા સીરિઝમાં 1-0થી આગળ છે, પરંતુ શું ભારતીય ટીમ ઈંદોરમાં ઓસ્ટ્રેલિયાને હરાવી સીરિઝ જીતવામાં સફળ થશે?

રોહિત-ગિલે ફટકારી હતી સદી

ઈંદોરન હોલ્કર સ્ટેડિયમમાં બેટ્સમેન સરળતાથી રન બનાવી શકે છે. આ મેદાન પર ટીમ ઈન્ડિયા છેલ્લે મેચ રમી હતી, ત્યારે ટીમે 385 રન બનાવ્યા હતા. ભારત માટે રોહિત શર્મા અને શુભમન ગિલે સદી ફટકારી હતી.

વેધર રિપોર્ટ

હવામાન વિભાગે આજે ઈંદોરમાં વાદળછાયા વાતાવરણની આગાહી કરી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ફાસ્ટ બોલરને અહીં મદદ મળી શકે છે. ખાસ કરીને મેચની શરૂઆતી ઓવરમાં ફાસ્ટ બોલર સામે પડકાર રહેશે. ફેન્સ માટે સારા સમાચાર એ છે કે, આજે વરસાદ થવાની સંભાવના ખુબ ઓછી છે.

મેચ પ્રિડિક્શન

ભારતીય ટીમ એક વખત ફરી પોતાના સ્ટાર ખેલાડી વિના મેદાન પર ઉતરશે. આમ છતાં કેએલ રાહુલના નૈતૃત્વવાળી ટીમ આ મેચમાં પરફેક્ટ છે. આજની મેચમાં ટીમ ઈન્ડિયાનું પલડું ભારે છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ ટક્કર આપી શકે છે. આ મેદાન પર ટોસ જીતનારી ટીમ બોલિંગ પસંદ કરી શકે છે.

શું કહે છે આંકડા...

આંકડા દર્શાવે છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી 147 ODI મેચ રમાઈ છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને 82 મેચમાં હરાવ્યું છે. જ્યારે ભારતીય ટીમ માત્ર 55 મેચ જીતી શકી છે. આ સિવાય 10 મેચ કોઈપણ પરિણામ વિના સમાપ્ત થઈ. તે જ સમયે, જો આપણે ભારતની ધરતી પરના આંકડાઓ પર નજર કરીએ તો, અહીં પણ કાંગારુઓનો હાથ ઉપર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ભારતની ધરતી પર 68 મેચ રમાઈ છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 31 વખત હરાવ્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 32 મેચમાં હરાવ્યું છે.


બંને દેશની પ્લેઈંગ ઈલેવન

ભારત- શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(વિકેટકીપર/કેપ્ટન), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી અને પ્રસિદ્ધ કૃષ્ણા

ઓસ્ટ્રેલિયા- ડેવિડ વોર્નર, મેથ્યૂ શોર્ટ, સ્ટિવન સ્મિથ, માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ, એલેક્સ કૈરી(વિકેટકીપર),કેમરુન ગ્રીન, સીન એબોટ, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ, સ્પેંસર જોનસન

  • Follow us on: