• આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ
  • આવતીકાલથી મેચમાં વરસાદ થવાની સંભાવના
  • પ્રથમ મેચમાં ભારતીય ટીમની થઈ જીત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની બીજી મેચ આવતીકાલે એટલે રવિવારે રમવામાં આવશે. આ મેચ ઈંદોરના હોલ્કર સ્ટેડિયમમાં રમવામાં આવશે. મોહાલીમાં વનડે મેચ જીતનારી ભારતીય ટીમ આ વનડે પણ જીતીને સીરિઝ જીતવાનો પ્રયાસ કરશે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ સીરિઝ બરાબર કરવાનો પ્રયાસ કરશે. આ તમામ વચ્ચે આ મેચ પહેલાં ઈંદોરનો વેધર રિપોર્ટ સામે આવ્યો છે.

MPCAએ કરી લીધી છે ખાસ તૈયારી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બીજી વનડે મેચમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રવિવારે ઈંદોરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જો કે, મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘે વરસાદને પહોંચી વળવા માટે ખાસ તૈયારી કરી છે.

શું છે વેધર રિપોર્ટ

હવામાન વિભાગ અનુસાર, 24 સપ્ટેમ્બરે મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. સાથે સાંજના સમયે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, આવતીકાલે ઈંદોરમાં તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. જે સાંજ સુધીમાં 24 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા જોવાઈ રહી છે.

વરસાદને પહોંચી વળવા ઈંદોરનું હોલ્કર સ્ટેડિયમ તૈયાર

મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘ મીડિયા પ્રબંધકે કહ્યું કે, ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પર વરસાદનો ખતરો હોવાથી અમે ખાસ તૈયારી કરી છે. તેમણે કહ્યું કે, વરસાદને ધ્યાનમાં રાખી સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે. સાથે પિચ અને મેદાન ઢાંકવા માટે નવા કવર્સની પણ ખરીદી કરવામાં આવી છે.

  • Follow us on: