- આજે ભારત-ઓસ્ટ્રલિયા વચ્ચેની ODI સીરિઝ બીજી મેચ
- ભારતીય સમય અનુાસર બપોરે 1.30 વાગ્યે મેચ શરુ થશે
- આ મેચ ઈન્દૈરના હોલકર સ્ટેડિયમમાં ખાતે રમાવાની છે
22 સપ્ટેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિા વચ્ચે 3 ની ODI સીરિઝ શરુ થઈ હતી. જેમાં પહેલી મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું. આ રીતે ભારતીય ટીમ સીરિઝમાં 1-0થી આગળ છે. હવે ટીમ ઈન્ડિયાની નજર ઈન્દોર વનડે જીતીને સિરીઝ જીતવા પર હશે. મોહાલીમાં 27 વર્ષ બાદ ભારતીય ટીમે જીત મેળવી હતી. ત્યારે ઈન્દોરનું સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ કેવો રહેલો છે. તેના પર એક નજર કરીએ.
આજે ODI સીરિઝની બીજી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 ની ODI સીરિઝની બીજી મેચ રવિવારે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે ઈન્દૈરના હોલકર સ્ટેડિયમમાં શરૂ થશે. ભારતીય ટીમે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું. આ રીતે ભારતીય ટીમ સીરિઝમાં 1-0થી આગળ છે. ટીમ ઈન્ડિયાની નજર ઈન્દોરમાં વનડે જીતીને સીરિઝ જીતવા પર હશે. પરંતુ શું ભારતીય ટીમ ઈન્દોરમાં કાંગારૂઓને હરાવી શકશે? આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ મેચ જીતીને સીરિઝમાં વાપસી કરવાના ઈરાદા સાથ ઉતરશે.
શું કહે છે આંકડા...
આંકડા દર્શાવે છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી 147 ODI મેચ રમાઈ છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને 82 મેચમાં હરાવ્યું છે. જ્યારે ભારતીય ટીમ માત્ર 55 મેચ જીતી શકી છે. આ સિવાય 10 મેચ કોઈપણ પરિણામ વિના સમાપ્ત થઈ. તે જ સમયે, જો આપણે ભારતની ધરતી પરના આંકડાઓ પર નજર કરીએ તો, અહીં પણ કાંગારુઓનો હાથ ઉપર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ભારતની ધરતી પર 68 મેચ રમાઈ છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 31 વખત હરાવ્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 32 મેચમાં હરાવ્યું છે.
મોહાલીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું
ભારતે સીરિઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું. ભારતને જીતવા માટે 277 રનનો ટાર્ગેટ હતો. ભારતીય ટીમે 48.4 ઓવરમાં 5 વિકેટે 281 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. આ પહેલા ભારતીય કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 277 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઝડપી બોલર મોહમ્મદ શમીએ સૌથી વધુ 5 વિકેટ લીધી હતી.