- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી વનડે મેચ રમાશે
- પ્રથમ વનડે મેચમાં ભારતની 5 વિકેટે થઈ જીત
- ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના 3 ખેલાડીથી સાવધાન રહેવાની જરૂર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ઈંદોરના હોલ્કર સ્ટેડિયમમાં 3 મેચની વનડે સીરિઝની બીજી મેચ રમાશે છે. આ સીરિઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાની 5 વિકેટે હાર થઈ હતી. જેથી મેજબાન ટીમ આજની મેચ જીતીને સીરિઝ પર કબ્જો કરવાનો પ્રયાસ કરશે. ભારતીય ટીમે મોહાલીમાં વનડેમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે માત આપી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા પાસે અમુક એવા ખેલાડી છે, જે એકલા પોતાની ટીમને જીત અપાવી શકે છે. તો ચાલો જાણીએ એ ખેલાડી અંગે, જે ઓસ્ટ્રેલિયાને જીત અપાવી શકે છે.
મિચેલ માર્શ
પોતાની વિસ્ફોટક બેટિંગ માટે પ્રખ્યાત મિચેલ માર્શ મોહાલી વનડેમાં માત્ર 1 ફોર ઉટકારીને આઉટ થયો હતો. જો કે, એ તમામ જાણે છે કે, તે એકલા હાથે મેચ બદલાવી શકે છે. માર્શ અત્યારે ઓસ્ટ્રેલિયા માટે ઓપનિંગ કરી રહ્યા છે અને પ્રથમ બોલથી જ બાઉન્ડ્રી લગાવવી શરૂ કરે છે. માર્શ જો શરૂઆતી 10 ઓવર રમશે, તો તે મેચ પલટી શકે છે.
ડેવિડ વોર્નર
ઓસ્ટ્રેલિયાના અનુભવી ઓપનર ડેવિડ વોર્નર શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. વોર્નરે મોહાલીમાં વનડેમાં ફિફ્ટી પણ ફટકારી હતી. વોર્નરના અનુભવ અને અત્યારના ફોર્મને જોઈને એવું લાગે છે કે, તે ઈંદોરમાં એકલા હાથે મેચમાં ઓસ્ટ્રેલિયાને જીત અપાવી શકે છે.
માર્કસ સ્ટોઇનિસ
માર્કસ સ્ટોઈનિસ મધ્યક્રમમાં વિસ્ફોટક બેટિંગ કરવા સાથે બોલિંગમાં પણ કમાલ કરી શકે છે. મોહાલીમાં રમવામાં આવેલી પ્રથમ વનડે મેચમાં સ્ટોઇનિસે 29 રન બનાવ્યા હતા. જો તે, અંત સુધી રમશે, તો સ્કોર સરળતાથી 300ને પાર પહોંચી શકે છે. તે બેટિંગ ઉપરાંત બોલિંગથી પણ ટીમ માટે મેચ વિનર સાબિત થઈ શકે છે.