• 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપની થશે શરૂઆત
  • ક્રિકેટ નિષ્ણાતોએ વર્લ્ડકપને લઈ શરૂ કરી ભવિષ્યવાણી
  • સુનીલ ગાવસ્કરે પણ વર્લ્ડકપ વિજેતા ટીમની કરી ભવિષ્યવાણી

વર્લ્ડકપ 2023 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ક્રિકેટના નિષ્ણાતો આ ટૂર્નામેન્ટની સેમીફાઈનલિસ્ટ, ફાઈનલિસ્ટથી લઈને વિજેતા ટીમ અંગે પોતાની ભવિષ્યવાણી કરી રહ્યા છે. આ તમામ વચ્ચે ભારતીય પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે વર્લ્ડકપ 2023ની પોતાની ફેવરીટ ટીમનું નામ જણાવ્યું છે. સુનીલ ગાવસ્કરની આગામી વર્લ્ડકપમાં ફેવરીટ ટીમ ભારત કે ઓસ્ટ્રેલિયા નહીં, પરંતુ ગત ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમ છે. આ સાથે તેમણે એ પણ કહ્યું કે, ઈંગ્લેન્ડની ટીમ આ વખતે પણ પોતાના ટાઈટલને ડિફેન્ડ કરવામાં સફળ બની શકે છે. ઉલ્લેખનીય છે કે, પુરુષ ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા જ પોતાના ટાઈટલને ડિફેન્ડ કરી શકી છે.

સુનીલ ગાવસ્કરે શું કહ્યું?

લિટલ માસ્ટરને એક શો દરમિયાન વર્લ્ડકપ 2023ની તેની ફેવરીટ ટીમ અંગે પૂછવામાં આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, આ વખતે ઈંગ્લેન્ડ વર્લ્ડકપ જીતશે. ઈંગ્લેન્ડ પાસે જે પ્રકારની પ્રતિભા છે. ટોપ ક્રમમાં બેટિંગ અને તેની પાસે વર્લ્ડના બેસ્ટ ઓલરાઉન્ડર છે. જે બોલ અને બેટથી ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવી શકે છે.

ઈરફાન પઠાણે ભારતીય ટીમને સમર્થન કર્યું

બીજી તરફ ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ટીમ ઈન્ડિયાને સમર્થન કર્યું છે અને કહ્યું કે, મેજબાન ટીમ તમામ તબક્કે શ્રેષ્ઠ છે. પઠાણે કહ્યું કે, હું એ જોવા માટે ખુબ ઉત્સાહિત છું કે, ભારત કેવું પ્રદર્શન કરે છે. ભારતીય ટીમ જે પ્રકારે એશિયા કપ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરેલૂ સીરિઝમાં રમી છે. તેને જોતા લાગી રહ્યું છે કે, આ વખતે ભારતીય ટીમ વર્લ્ડકપ જીતશે.

  • Follow us on: