- 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપની થશે શરૂઆત
- મિચેલ સ્ટાર્ક વર્લ્ડકપમાં બનાવી શકે રેકોર્ડ
- રેકોર્ડ બનાવવા માટે સ્ટાર્કને 22 વિકેટની જરૂર
5 ઓક્ટોબરથી શરૂ થનારા વનડે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક પાસે એક ખાસ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવાની તક છે. વર્લ્ડકપ 2023માં મિચેલ સ્ટાર્ક વર્લ્ડકપના ઈતિહાસના સૌથી સફળ બોલર બની શકે છે.
મિચેલ સ્ટાર્ક વધુ વિકેટ લેવા મામલે 5માં સ્થાને
મિચેલ સ્ટાર્ક અત્યારે વનડે વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરની યાદીમાં 5માં સ્થાન પર છે. મિચેલ સ્ટાર્કે અત્યાર સુધી 49 વિકેટ લીધી છે. સાથે વર્લ્ડકપમાં સૌથી વધુ 71 વિકેટ ગ્લેન મેકગ્રાએ લીધી છે. મિચેલ સ્ટાર્ક તેમનાથી માત્ર 22 વિકેટ પાછળ છે. હવે વર્લ્ડકપમાં દરેક ટીમ 10-10 મેચ રમશે. જેથી સ્ટાર્ક પાસે 10 મેચમાં 23 વિકેટ લઈને વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી સફળ બોલર બનવાની તક છે.
સ્ટાર્ક તોડી શકે છે મેકગ્રાનો રેકોર્ડ
સ્ટાર્ક જે પ્રકારે અત્યારે સારી લયમાં જોવા મળી રહ્યા છે. તેને જોઈને એવું લાગી રહ્યું છે કે, તે દરેક મેચમાં 2-3 વિકેટ લઈ શકે છે. આવી સ્થિતિમાં સ્ટાર્ક પૂર્વ ક્રિકેટર મેકગ્રાનો રેકોર્ડ તોડી શકે છે. સ્ટાર્ક માટે અત્યાર સુધી સારી વાત એ છે કે, આ રેસમાં તેમની સાથે કોઈ પ્રતિદ્વંદી નથી. કારણ કે, વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-9 બોલમાં તે એકમાત્ર એક્ટિવ બોલર છે.
મિચેલ સ્ટાર્કના આંકડા ચોંકાવનારા
વનડે વર્લ્ડકપમાં મિચેલ સ્ટાર્ક કયા પ્રકારે ઘાતક સાબિત થઈ શકે છે, તે તેના આંકડા જોઈને સમજી શકાય છે. સ્ટાર્ક માત્ર 2 વનડે વર્લ્ડકપ રમ્યો છે. આ બંને વર્લ્ડકપમાં સ્ટાર્ક 18 મેચ રમ્યો છે. જેમાં સ્ટાર્કે 49 વિકેટ લીધી છે. આ દરમિયાન સ્ટાર્કની બોલિંગ એવરેજ 14.81ની રહી છે. જે વર્લ્ડકપના ટોપ-50 બોલમાં સૌથી શ્રેષ્ઠ છે. સ્ટાર્કનો ઈકોનોમી રેટ પણ 5થી ઓછો રહ્યો છે.