• 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપ શરૂ થશે
  • આ વખતે ભારતમાં વર્લ્ડકપનું કરાયું આયોજન
  • 6 દિગ્ગજ ખેલાડી વર્લ્ડકપ બાદ લઈ શકે છે સંન્યાસ

વનડે વર્લ્ડકપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થઈ રહી છે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. સાથે આ ટૂર્નામેન્ટ ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન જેવા દિગ્ગજોની છેલ્લી ટૂર્નામેન્ટ બની શકે છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર, ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સ અને બાંગ્લાદેશના શાકિબ અલ હસન પણ છેલ્લી વખતે રમતા જોવા મળી શકે છે.

આ રોહિત-કોહલીની છેલ્લી વર્લ્ડકપ છે?

ભારતીય કેપ્ટન રોહિત શર્મા અંદાજે 36 વર્ષના છે, જ્યારે આગામી વર્લ્ડકપ વર્ષ 2027માં રમાશે. ત્યાં સુધી રોહિત શર્મા 40 વર્ષના થઈ જશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, વર્લ્ડકપ બાદ રોહિત શર્માને વનડે અને T-20 ફોર્મેટમાંથી આરામ આપવામાં આવી શકે છે અથવા તો પછી રોહિત સંન્યાસની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત વિરાટ કોહલીની ઉંમર પણ 35 વર્ષ છે.

આ દિગ્ગજોનો છેલ્લો વર્લ્ડકપ

વર્લ્ડકપ 2027 સુધી વિરાટ કોહલી 39 વર્ષના થઈ જશે. જેથી એવું માનવામાં આવી રહ્યું છે કે, વર્લ્ડકપ 2023 વિરાટ કોહલીની છેલ્લી વર્લ્ડકપ હશે. આ ઉપરાંત રવિચંદ્રન અશ્વિનની ઉંમર 37 વર્ષ છે. જેથી આ ત્રણેય ક્રિકેટરોનો આ છેલ્લો વર્લ્ડકપ બની શકે છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર, ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સ અને બાંગ્લાદેશના શાકિબ અલ હસનનો આ છેલ્લી વર્લ્ડકપ હોય શકે છે. ડેવિડ વોર્નર અત્યારે 37 વર્ષનો છે, જ્યારે બેન સ્ટોક્સ અને શાકિબ અલ હસનની ઉંમર ક્રમશ: 32 અને 36 વર્ષ છે. આ કારણે આ દિગ્ગજો માટે આગામી વનડે વર્લ્ડકપમાં રમવું મુશ્કેલ લાગી રહ્યું છે.

  • Follow us on: