- 5 ઓક્ટોબરની વનડે વર્લ્ડકપની થશે શરૂઆત
- વર્લ્ડકપ પહેલાં ભારતની મુશ્કેલીમાં વધારો
- વિરાટ કોહલી અંગત કારણને લઈ મુંબઈ પરત આવ્યો
તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ સ્ટેડિયમમાં ભારતીય ટીમ પોતાની બીજી પ્રેક્ટિસ મેચ રમશે. આ મેચ આવતીકાલે રમવામાં આવશે. જેને લઈ ભારતીય ટીમ તિરુવનંતપુરમ પહોંચી છે, પરંતુ ટીમ સાથે વિરાટ કોહલી નથી. રિપોર્ટ અનુસાર, કોહલી અંગત ઈમરજન્સીના કારણે મુંબઈ પરત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ટીમ ઈન્ડિયા નેધરલેન્ડ વિરુદ્ધ વર્લ્ડકપની પ્રેક્ટિસ મેચ રમશે, પરંતુ કોહલી પ્રેક્ટિસ મેચમાં જોવા મળશે નહીં. જો કે, કોહલી પાછળથી ટીમને જોઈન્ટ કરશે
ફેન્સની ચિંતામાં વધારો
વિરાટ કોહલી દુનિયાનો સૌથી વર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. જેથી હવે સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીના પરત આવવાની વાત સામે આવી તો ફેન્સ ચિંતિત થયા છે. ફેન્સ સોશિયલ મીડિયા પર રિએક્ટ કરી રહ્યા છે અને કોહલી ફરી ટીમમાં સામેલ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
ભારતીય ટીમ આવતીકાલે પ્રેક્ટિસ મેચ રમશે
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ પહેલાં ભારતીય ટીમને 2 પ્રેક્ટિસ મેચ રમવાની હતી. પ્રથમ પ્રેક્ટિસ મેચ ઈંગ્લેન્ડ સાથે થવાની હતી. ઈંગ્લેન્ડ સાથે થનારી મેચ વરસાદના કારણે રદ થઈ હતી. હવે આશા છે કે, નેધરલેન્ડ વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં વરસાદ આવશે નહીં. સાથે વર્લ્ડકપમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ પ્રેક્ટિસ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે.
કોહલીએ વર્લ્ડકપમાં બનાવ્યા 1 હજાર 30 રન
વર્લ્ડકપના ઈતિહાસમાં કોહલી 26 મેચ રમ્યો છે અને આ દરમિયાન કોહલીએ 1 હજાર 30 રન બનાવ્યા છે. ભારત માટે વનડે વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન મામલે કોહલી બીજા સ્થાન પર છે. સાથે સચિન તેંડુલકર ભારત તરફથી વનડે વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન છે. સચિને 45 મેચમાં 2 હજાર 278 રન બનાવ્યા છે. જેમાં 6 સદી સામેલ છે.