• નવીન ઉલ-હકે વનડે ફોર્મેટમાંથી સંન્યાસની કરી જાહેરાત
  • વર્લ્ડકપ બાદ સંન્યાસ લેવાની કરી પોસ્ટ
  • નવીન ઉલ-હકે કોહલી સાથે કર્યો હતો ઝઘડો

2023 IPLનો ખિતાબ મહેન્દ્ર સિંહ ધોનીના નૈતૃત્વવાળી ચેન્નઈની ટીમે જીત્યો હતો, પરંતુ આજે પણ તમામ લોકોને કોહલી અને નવીન ઉલ-હકની લડાઈ યાદ આવે છે. હવે એક વખત ફરી નવીન ઉલ-હક ભારત આવ્યો છે. તે વનડે વર્લ્ડકપમાં કોહલી સામે રમતો જોવા મળશે. જો કે, ભારત આવ્યા બાદ નવીન ઉલ-હકે મોટો નિર્ણય લીધો છે. તેમણે વનડે વર્લ્ડકપ બાદ સંન્યાસની જાહેરાત કરી છે.

ફેન્સને લાગ્યો ઝટકો

24 વર્ષના અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન ઉલ-હકે પોતાના નિર્ણયથી તમામને ચોંકાવ્યા છે. તેમણે 27 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે, તે ભારતમાં આગામી વનડે વર્લ્ડકપના સમાપન બાદ વનડેમાંથી સંન્યાસ લેશે.

https://www.instagram.com/p/Cxstu_HvnDA/?utm_source=ig_embed&ig_rid=850e7362-c83f-4d90-8cd0-9bd3b5842375


ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી કરી જાહેરાત

નવીન ઉલ-હકે બુધવારે પોતાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી સંન્યાસની જાહેરાત કરી હતી. તેમણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, દેશનું પ્રતિનિધિત્વ કરવું એ અત્યંત સમ્માનની વાત છે. હું આ વર્લ્ડકપના અંતમાં વનડે ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરવા માંગુ છું અને મારા દેશ માટે T-20 ક્રિકેટમાં રમવાનું શરૂ રાખવા માંગું છું. આ નિર્ણય લેવો સરળ નહતો,પરંતુ મારા રમત કરિયરને લાંબુ કરવા માટે આ કઠિન નિર્ણય લેવો પડ્યો છે. હું અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. મારા તમામ ફેન્સના સમર્થન અને અપાર પ્રેમ માટે આભાર.

સપ્ટેમ્બર 2016માં કર્યું હતું ડેબ્યૂ

નવીન ઉલ-હક અત્યાર સુધી 7 વનડે મેચ રમ્યો છે. જેમાં નવીને 25.42ની એવરેજથી 14 વિકેટ લીધી છે. નવીન છેલ્લે જાન્યુઆરી 2021માં આબુ ધાબીમાં આયરલેન્ડ વિરુદ્ધ વનડે મેચ રમ્યો હતો. તે આ ફોર્મેટમાં પ્રથમ મેચ સપ્ટેમ્બર 2016માં બાંગ્લાદેશ વિરુદ્ધ રમ્યો હતો.

  • Follow us on: