- ગૌતમ ગંભીરે નવીન ઉલ-હકને પાઠવી જન્મદિવસની શુભેચ્છા
- ફેન્સે કોહલીને શુભેચ્છા પાઠવવાની આપી પ્રતિક્રિયા
- અમુક ફેન્સે નારાજગી વ્યક્ત કરી
પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીરે અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન ઉલ-હકને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આજે નવીન પોતાનો 24મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમનારા નવીન ઉલ ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલી સાથે ઝઘડા બાદ ચર્ચામાં આવ્યો હતો.
ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી પાઠવી શુભેચ્છા
ગંભીરે પોતાના અધિકૃત ઈન્સ્ટાગ્રામના માધ્યમથી નવીન ઉલ-હકનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં ગંભીર અને નવીન લખનઉની જર્સીમાં જોવા મળી રહ્યા છે. પૂર્વ ભાતીય ખેલાડીએ ફોટોના કેપ્શનમાં લખ્યું કે, હેપ્પી બર્થડે નવીન ઉલ-હક! ક્યારેય બદલજે નહીં.
https://www.instagram.com/p/CxhoX-Frev6/?utm_source=ig_embed&ig_rid=2f05f9bc-18d5-4cf4-b0fb-6a9a83015c44
ફેન્સને યાદ આવ્યો કોહલી
ગંભીરની પોસ્ટ પર ફેન્સે વિરાટ કોહલીને યાદ કર્યો છે. એક યૂઝરે લખ્યું કે, કોહલીની પણ એક પોસ્ટ નાખતી હતી. દેશ કરતાં મોટી હવે ફ્રેંચાઈઝી બની ગઈ. અન્ય એક યૂઝર્સે મજાકના અંદાજમાં કહ્યું કે, વિરાટ કોહલી નવીન કરતાં સારો બોલર છે. વધુ એક ફેન્સે લખ્યું કે, સર આ બધું નહીં ચાલે. આવી રીતે ફેન્સ ગંભીરની પોસ્ટ પર રિએક્શન આપી રહ્યા છે.
લખનઉ VS બેંગ્લુરુ મેચમાં થઈ હતી બબાલ
IPL 2023માં 1 મેના રોજ લખનઉમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમવામાં આવી હતી. આ મેચ દરમિયાન ફિલ્ડ પર કોહલી અને નવીન વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ કોહલી અને ગંભીર વચ્ચે પણ વિવાદ થયો હતો. આ ઘટના બાદ કોહલી અને ગંભીરને મેચના 100 ટકા, જ્યારે નવીન ઉલ-હકને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.