- વિરાટ કોહલી બન્યો દુનિયાનો સૌથી પ્રખ્યાત ખેલાડી
- સતત બીજી વખત બન્યો સૌથી પ્રખ્યાત ખેલાડી
- ધોની અને સચિનને પણ મળ્યું ટોપ 10માં સ્થાન
ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીના કરોડો ફેન્સ છે. વિરાટ કોહલીના ફેન્સ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં છે. આ જ કારણે વિરાટ કોહલી વર્લ્ડના સૌથી પ્રખ્યાત ખેલાડીમાં પ્રથમ સ્થાને છે. ઓરમેક્સ મીડિયાએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલી વિશ્વના સૌથી પ્રખ્યાત ખેલાડી બન્યો છે. આ મામલે વિરાટે રોનાલ્ડો અને મેસીને પણ પાછળ રાખ્યા છે.
આ યાદીમાં ભારતના 3 ખેલાડી સામેલ
ઓરમેક્સ મીડિયાએ જાહેર કરેલા રિપોર્ટ અનુસાર, ઓગસ્ટ 2023માં દુનિયાના સૌથી પ્રખ્યાત 5 ખેલાડીની યાદીમાં ભારતના 3 ખેલાડી સામેલ છે. આ યાદીમાં પ્રથમ સ્થાન પર વિરાટ કોહલી છે. આ મામલે કોહલીએ દુનિયાના સૌથી પ્રખ્યાત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસીને પાછળ રાખ્યા છે. આ લિસ્ટમાં ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરનું નામ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, કોહલી જુલાઈમાં જાહેર થયેલી યાદીમાં પણ પ્રથમ સ્થાને હતો. જેથી તે સળંગ બીજી વખત આ યાદીમાં પ્રથમ સ્થાને રહેનારો ખેલાડી બન્યો છે.
આ યાદીમાં કોને-કોને મળ્યું સ્થાન?
ઉલ્લેખનીય છે કે, આ યાદીમાં ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પ્રથમ સ્થાન પર છે. સાથે પૂર્વ ભારતીય કેપ્ટન એમ.એસ ધોની બીજા સ્થાન પર, સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ત્રીજા સ્થાને, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર ચોથા સ્થાને અને ફૂટબોલર લિયોનેલ મેસી 5માં સ્થાને છે.