• એશિયા કપ બાદ વિઝડને બનાવી ટીમ
  • વિઝડનની ટીમમાં વિરાટ કોહલીને ન મળ્યું સ્થાન
  • ભારતના 6 ખેલાડીને ટીમમાં મળ્યું સ્થાન

ભારતીય ટીમે 8મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચમાં શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું છે. હવે એશિયા કપ બાદ વિઝડને પોતાની ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ બનાવી છે. આ ટીમમાં વિરાટ કોહલીને સ્થાન આપવામાં આવ્યું નથી. એશિયા કપમાં વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર સદી ફટકારી હતી. જો કે, તે બાદ શ્રીલંકા વિરુદ્ધ કોહલી સસ્તામાં આઉટ થયો હતો. બાંગ્લાદેશ વિરુદ્ધ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો, જ્યારે શ્રીલંકા વિરુદ્ધ ફાઈનલ મેચમાં કોહલીની બેટિંગ આવી નહતી.

વિઝડન ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં નથી વિરાટ

વિઝડને પોતાની ટીમમાં ઓપનર તરીકે રોહિત શર્મા અને શુભમન ગિલની પસંદગી કરી છે. જે બાદ ત્રીજા નંબર પર શ્રીલંકાના ખેલાડી કુસલ મેન્ડિસને જગ્યા આપી છે, જ્યારે ચોથા નંબર પર પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને પાંચમાં નંબરે કેએલ રાહુલને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આ ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં ઓલરાઉન્ડર બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન, ભારતીય દિગ્ગજ હાર્દિક પંડ્યા અને શ્રીલંકાના ડુનિથ વેલ્લાલાગેને સ્થાન આપવામાં આવ્યું છે.

આ ખેલાડીઓને ટીમમાં મળ્યું સ્થાન

આ બાદ ભારતીય સ્પિનર કુલદીપ યાદવ, પાકિસ્તાની ફાસ્ટ બોલર રહારિસ રઉફ અને મોહમ્મદ સિરાઝને સ્થાન આપવામાં આવ્યું છે. વિઝડન ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં 6 ભારતીય ખેલાડીને જગ્યા મળી છે, જ્યારે પાકિસ્તાનના 2 ખેલાડી સામેલ છે. આ ઉપરાંત શ્રીલંકાના 2 અને બાંગ્લાદેશના કેપ્ટનને સ્થાન આપવામાં આવ્યું છે.

એશિયા કપ બાદ વિઝડન ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ-

રોહિત શર્મા, શુભમન ગિલ, કુસલ મેન્ડિસ, મોહમ્મદ રિઝવાન, કેએલ રાહુલ, શાકિબ અલ હસન, હાર્દિક પંડ્યા, ડુનિથ વેલ્લાલાગે, હારિસ રઉફ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાઝ.

  • Follow us on: