- ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
- પાકિસ્તાન વિરુદ્ધ કોહલીએ ફટકારી અણનમ સદી
- કોહલીની સદી પર અનુષ્કા શર્મા ખુશ થઈ
પાકિસ્તાન વિરુદ્ધ કોલંબોમાં વિરાટ કોહલીનું બેટ ફરી બોલ્યું છે. કિંગ કોહલીએ પાકિસ્તાની બોલર્સને ધોઈ નાખ્યા છે. પાકિસ્તાન વિરુદ્ધ કોહલીએ 94 બોલમાં 122 રનની અણનમ ઈનિંગ રમી છે. હવે કોહલીની સદીને લઈ તેની પત્ની અનુષ્કા શર્માનું રિએક્શન વાયરલ થઈ રહ્યું છે.
અનુષ્કાનું રિએક્શન વાયરલ
પાકિસ્તાન વિરુદ્ધ વિરાટ કોહલીએ પોતાના વનડે કરિયરની 47મી સદી ફટકારી છે. આ દરમિયાન કોહલીએ 9 ફોર અને 3 સિક્સ ફટકારી છે. કોહલીની સદી બાદ તેની પત્ની અનુષ્કાએ ઈન્સ્ટા સ્ટોરી પર કોહલીની તસવીર રાખીને લખ્યું કે, 'Super Knock, Super Guy...'
વનડેમાં વિરાટે પૂર્ણ કર્યા 13 હજાર રન
કોહલીએ વનડે ફોર્મેટમાં 13 હજાર રનનો આંકડો પાર કરી લીધો છે. વિરાટ કોહલી વનડે ફોર્મેટમાં સૌથી ઝડપી 13 હજાર રન પૂર્ણ કરનારો બેટ્સમેન બની ગયો છે. વિરાટે 367 ઈનિંગમાં આ કારનામું કર્યું છે. આ પહેલાં આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. સચિને 321 ઈનિંગમાં આ કારનામું કર્યું હતું. વિરાટ કોહલી અને સચિન તેંડુલકર બાદ આ લિસ્ટમાં ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ આવે છે
કોલંબોમાં કોહલીએ ચોથી સદી ફટકારી
કોહલીએ કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં સળંગ 4 મેચમાં 4 સદી ફચકારી છે. આ મેદાન પર કોહલીએ ગત 4 વનડે ઈનિંગમાં ક્રમશઃ 128, 131, 110 અને 112 રનનો સ્કોર બનાવ્યો છે. આ ઉપરાંત તે 3 વખત અણનમ રહ્યા છે.
ભારતે પાકિસ્તાનને આપ્યો 357 રનનો ટાર્ગેટ
કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિમમાં રમવામા આવતી મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 356 રન બનાવ્યા છે. જેથી પાકિસ્તાનને જીતવા માટે 357 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત માટે કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ અણનમ સદી ફટકારી છે. જેથી ભારતે 2 વિકેટના નુકસાને 50 ઓવરમાં 356 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો છે.