• ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
  • મેચ દરમિયાન પાકિસ્તાની ટીમન લાગ્યો મોટો ઝટકો
  • મીડિયા મેનેજર અને બોર્ડના જનરલ મેનેજર વિવાદમાં ફસાયા

અત્યારે તમામ ક્રિકેટ ફેન્સની નજર ભારત અને પાકિસ્તાન મેચ પર છે. રવિવારે વરસાદના કારણે બંને ટીમ વચ્ચે મેચ પૂર્ણ થઈ શકી નહતી. જેથી આ મેચ આજે રિઝર્વ ડેએ રમવામાં આવશે, ત્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની ટીમના મીડિયા મેનેજર ઉમર ફારૂખ કલસન અને અદનાન અલી વિવાદમાં ફસાયા છે.

પાકિસ્તાની ટીમના મીડિયા મેનેજર અને બોર્ડના જનરલ મેનેજર વિવાદમાં ફસાયા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાની ટીમના મીડિયા મેનેજર ઉમર ફારુખ કલસન અને બોર્ડના મહાપ્રબંધક અદનાન અલી કોલંબોમાં એક કસિનોમાં જોવા મળ્યા છે. જે બાદ વિવાદમાં વધારો થઈ રહ્યો છે. આ બંનેના કસિનોમાં જવાના ફોટો અને વીડિયો પણ સામે આવ્યા છે. અત્યારે ઉમર ફારુખ કલસન અને અદનાન અલી પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે કોલંબોમાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ઉમર ફારૂખ કલસન અને અદનાન અલી કસિનોમાં જુગાર રમવા ગયા હતા. જો કે, હવે આ અંગે બંનેની સ્પષ્ટતા સામે આવી છે.


ઉમર ફારૂખ કલસન અને અદનાન અલીએ શું કહ્યું?

ઉમર ફારૂખ કલસન અને અદનાન અલીનું કહેવું છે કે, અમે કસિનોમાં માત્ર જમવા ગયા હતા. અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે, ઉમર ફારુખ કલસન અને અદનાન અલીના પાકિસ્તાન વાપસી પર ડિસિપ્લિનરી કાર્યવાહી નક્કી છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના 15થી 20 અધિકારીઓએ કોલંબો અને લાહોર વચ્ચે યાત્રા કરી હતી, જ્યારે અમુક કોલંબોમાં જ સ્થાયી થયા હતા. આ ઉપરાંત પાકિસ્તાન એશિયા કપનો મેજબાન દેશ છે. જેથી બંને અધિકારીઓને કસિનોમાં જવું જોઈએ નહીં.

  • Follow us on: