- આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
- વિરાટ કોહલી આજની મેચમાં બનાવી શકે ઈતિહાસ
- કોહલી આજની મેચમાં 13 હજાર રન પૂર્ણ કરી શકે છે
રવિવારે એશિયા કપ સુપર-4માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ વરસાદના કારણે સ્થગિત કરવામાં આવી હતી અને આજે આ મેચ રમવામાં આવશે. વરસાદ શરૂ થયા પહેલાં ભારતીય ટીમે 24.1 ઓવર રમી હતી. ભારત માટે વિરાટ કોહલી 8 અને કેએલ રાહુલ 17 રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે, ત્યારે આજે કિંગ કોહલી વનડે ક્રિકેટનો એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
વિરાટ કોહલી 13 હજાર રન પૂર્ણ કરી શકે
આજે પાકિસ્તાન વિરુદ્ધ મેચના માધ્યમથી વિરાટ કોહલી વનડે ઈતિહાસમાં સૌથી ઝડપી 13 હજાર રન બનાવનારા ખેલાડી બને શકે છે. અત્યારે વનડેમાં સૌથી ઝડપી 13 હજાર રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકર પાસે છે. તેમણે 321 વનડે ઈનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. સાથે કોહલી માત્ર 267મી ઈનિંગમાં આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
કોહલીને માત્ર 90 રનની જરૂર
પાકિસ્તાન વિરુદ્ધ મેચ સ્થગિત થવા સુધી કોહલીએ 8 રનની ઈનિંગ રમી છે. આ 8 રન સાથે કોહલીએ વનડેમાં 12 હજાર 910 રન પૂર્ણ કર્યા છે. હવે તેમણે 13 હજાર રનનો આંકડો પાર કરવામાં માત્ર 90 રનની જરૂર છે. હવે એ જોવું દિલચસ્પ રહેશે કે, કોહલી પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં આ ઈતિહાસ રચી શકશે કે નહીં.
પાકિસ્તાન વિરુદ્ધ સારી લયમાં જોવા મળ્યું ભારત
ઉલ્લેખનીય છે કે, સુપર-4ના ભારત-પાકિસ્તાન મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે સારી શરૂઆત કરી છે. રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 100 બોલમાં 121 રનની પાર્ટનરશિપ કરી હતી. આ દરમિયાન બંને બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી હતી. જો કે, પછી બંને બેટ્સમેન આઉટ થયા હતા. વરસાદ પહેલાં ટીમ ઈન્ડિયાએ 24.1 ઓવરમાં 2 વિકેટના નુકસાને 147 રન બનાવ્યા હતા.