• આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
  • ગઈકાલે વરસાદના કારણે મેચ પૂર્ણ થઈ નહતી
  • ભારતીય ટીમની ફાઈલમાં પહોંચવાની સંભાવના કેટલી?

રવિવારે વરસાદના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-4 રાઉન્ડની મેચ પૂર્ણ થઈ શકી નહતી. હવે રિઝર્વ ડે એટલે આજે ફરી મેચ રમવામાં આવશે, પરંતુ જો ભારત-પાકિસ્તાન મેચ રિઝર્વ ડેના દિવસે પણ પૂર્ણ નહીં થાય અને મેચ રદ કરવી પડશે તો શું થશે? જો આવું થયું તો શું રોહિત શર્માના નૈતૃત્વવાળી ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી શકશે? આ મેચ બાદ સમીકરણ શું હશે?

મેચ રદ થયા બાદ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચશે?

હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે પણ કોલંબોમાં વરસાદની સંભાવના છે. જો વરસાદના કારણે મેચ રદ થશે, તો શું ટીમ ઈન્ડિયાનું ફાઈનલ રમવાનું સપનું પૂર્ણ થશે? જો મેચ રદ થશે, તો બંને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવશે. જેથી પાકિસ્તાન પાસે 2 મેચમાં 3 પોઈન્ટ થશે, જ્યારે ભારતીય ટીમ પાસે 1 મેચ બાદ 1 પોઈન્ટ થશે. સાથે પાકિસ્તાન ભારત બાદ શ્રીલંકા વિરુદ્ધ રમશે. જો ટીમ ઈન્ડિયા શ્રીલંકા અને બાંગ્લાદેશ બંનેને માત આપશે, તો ટીમ ઈન્ડિયા 5 પોઈન્ટ સાથે ફાઈનલમાં પહોંચી જશે.

કોઈ 1 મેચમાં ટીમ ઈન્ડિયા હારી તો...

જો ભારતીય ટીમ શ્રીલંકા અથવા બાંગ્લાદેશ વિરુદ્ધ કોઈ એક મેચમાં હારશે, તો રોહિત શર્માના નૈતૃત્વવાળી ટીમ ઈન્ડિયાને બીજી ટીમના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. પાકિસ્તાને પોતાની ગત મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. બાંગ્લાદેશ અત્યાર સુધી સુપર-4માં 2 મેચ રમ્યું છે. શાકિબ અલ હસનની ટીમે બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકાએ પોતાની પ્રથમ સુપર-4 રાઉન્ડની મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. જેથી દાશુન શનાકાની ટીમ પાસે 2 પોઈન્ટ છે. શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે મેચ જીતનારી ટીમ ફાઈનલ માટે ક્વોલીફાઈ કરી લેશે.

  • Follow us on: