- ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
- આજની મેચમાં વરસાદ બન્યો વિલન
- મેચ દરમિયાન સ્ટેડિયમ ખાલી જોવા મળ્યું
એશિયા કપ 2023ના મેચ પાકિસ્તાન અને શ્રીલંકાના મેદાનમાં રમાઈ રહ્યા છે. આ પહેલાં પાકિસ્તાન અને નેપાળ વચ્ચે ટૂર્નામેન્ટની શરૂઆત મેચ મુલ્તાનમાં રમાઈ હતી. તે સ્ટેડિયમમાં મેચ જોવા માટે ખુબ ઓછા ફેન્સ આવ્યા હતા. જે બાદ સવાલ ઉભા થયા હતા, ત્યારે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચ કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિમમાં રમાઈ રહી છે. આ મેચમાં પણ ખુદ ઓછી સંખ્યામાં ફેન્સ ક્રિકેટ જોવા આવ્યા છે.
ફેન્સ ભારત-પાક.મેચ જોવા કેમ ન આવ્યા?
એવું માનવામાં આવતું હતું કે, ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન મોટી સંખ્યામાં ફેન્સ ક્રિકેટ જોવા માટે સ્ટેડિયમમાં આવશે, પરંતુ આવું થયું નહીં. સોશિયલ મીડિયા પર ફેન્સ આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, વરસાદની આશંકાના કારણે ઓછી સંખ્યામાં ફેન્સ ભારત-પાક.ની મેચ જોવા આવ્યા છે. અત્યારે શ્રીલંકામાં વરસાદ થઈ રહ્યો છે. કોલંબો ઉપરાંત શ્રીલંકાના અન્ય શહેરમાં પણ વરસાદ ચાલુ છે. જેની અસર એશિયા કપની મેચ પર જોવા મળી રહી છે.
કોલંબોમાં વરસાદના કારણે ભારત-પાક. મેચ...
આ પહેલાં ભારત અને પાકિસ્તાન ગ્રુપ સ્ટેજની મેચ વરસાદના કારણે રદ થઈ હતી. ભારત અને પાકિસ્તાનની ટીમે પલ્લેકેલે સ્ટેડિયમમાં આમને-સામને આવી હતી, પરંતુ વરસાદના કારણે મેચ રદ કરવી પડી હતી. અત્યારે ફરી એક વખત ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને આવી છે. આ મેચ આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલાં બોલિંગ લેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ વરસાદના કારણે મેચ સ્થગિત કરવી પડી છે.