• એશિયા કપના સુપર-4માં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
  • ભારતનો સ્ટાર ખેલાડી શ્રેયસ અય્યર અનફિટ
  • કેએલ રાહુલને ટીમમાં મળ્યું સ્થાન

એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-4ની મેચ કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતે પ્લેઈંગ ઈલેવનમાં 2 ફેરફાર કર્યા છે. જેમાં શ્રેયસ અય્યર અનફિટ થવાથી કેએલ રાહુલને ટીમમાં સામેલ કરાયો છે. કેપ્ટન કોહિત શર્માએ આ મેચમાં ટોસ બાદ માહિતી આપતા જણાવ્યું કે, શ્રેયસને પીઠમાં થોડી સમસ્યા થઈ છે. જેના કારણે આજે તે રમશે નહીં.

અય્યરે પાકિસ્તાન વિરુદ્ધ બનાવ્યા હતા 14 રન

શ્રેયસ અય્યરે એશિયા કપ 2023માં લાંબા સમય બાદ ફિટ થઈને વાપસી કરી હતી. જે બાદ તેને પાકિસ્તાન અને નેપાળ વિરુદ્ધ ગ્રુપ સ્ટેજમાં રમવાની તક મળી હતી, ત્યારે અય્યરને ફરી એક વખત પીઠમાં સમસ્યા પેદા થઈ છે. અય્યરની આ સમસ્યા ટીમ ઈન્ડિયા માટે મુસીબત બની શકે છે. કારણ કે, અય્યર વનડે વર્લ્ડકપ 2023 ટીમનો ભાગ છે. અય્યરને પાકિસ્તાન વિરુદ્ધ ગ્રુપ-એ મેચમાં બેટિંગ કરવાની તક મળી હતી અને તે માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો.

કેએલ રાહુલની ટીમમાં થઈ વાપસી

ટીમ ઈન્ડિયાના મધ્યક્રમમાં સારી બેટિંગ કરી શકે તે ખેલાડી કેએલ રાહુલની ટીમમાં વાપસી થઈ છે. IPLની 16મી સિઝનમાં રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તે ક્રિકેટથી દૂર હતો. એશિયા કપ ગ્રુપ મેચ સુધી તે સંપૂર્ણ ફિટ થયો નહતો. હવે પાકિસ્તાન વિરુદ્ધ સુપર-4 મેચમાં શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત થતાં રાહુલને સીધી પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી છે.

રાહુલ 7 વખત 4 નંબર પર રમ્યો

કેએલ રાહુલે અત્યાર સુધી પોતાના વનડે કરિયરમાં નંબર 4 પર 7 ઈનિંગ રમ્યો છે. જેમાં રાહુલે 40.17ની એવરેજથી કુલ 241 રન બનાવ્યા છે. આ મહત્વની મેચમાં તમામ ક્રિકેટ ફેન્સની નજર રાહુલ પર પણ રહેશે.

પાકિસ્તાન વિરુદ્ધ ભારતની પ્લેઈંગ ઈલેવન-

રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, શાર્દુલ ઠાકુર.

  • Follow us on: