- આવતીકાલે એશિયા કપનો મહામુકાબલો
- ભારત અને પાકિસ્તાન ફરી આવશે આમને-સામને
- પાકિસ્તાને ટીમમાં કર્યો મોટો ફેરફાર
2023 એશિયા કપમાં આવતીકાલે એટલે 10 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. બંને ટીમ સુપર-4 રાઉન્ડમાં ટકરાશે. આ મહામુકાબલા માટે પાકિસ્તાને પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. ભારત વિરુદ્ધ મેચ માટે પાકિસ્તાન 4 ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરશે. જેના પરથી મેચ પહેલાં પાકિસ્તાન ટીમને જે લાગી રહ્યો છે, તે દેખાઈ રહ્યો છે.
નવાઝની જગ્યાએ ફહીમ અશરફને મળી તક
ભારત વિરુદ્ધ સુપર-4 રાઉન્ડ મેચ માટે પાકિસ્તાને 4 ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે. બાબર આઝમે સ્પિન ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો નથી. નવાઝની જગ્યાએ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર ફહીમ અશરફને તક આપવામાં આવી છે.
ભારત વિરુદ્ધ મેચ માટે પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન-
બાબર આઝમ(કેપ્ટન), ફખર જમાન, શાબાદ ખાન(ઉપ-કેપ્ટન), ઈમામ ઉલ હક, સલમાન અલી આગા, ઈફ્તિખાર અહમદ, મોહમ્મદ રિઝવાન(વિકેટકીપર), ફહીમ અશરફ, નસીમ શાહ, શાહીન શાહ અફરીદી અને હારિસ રઉફ.
બાબરે ફહીમ અશરફને આપી તક
ભારત વિરુદ્ધ મેચ માટે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે બોલિંગ ઓલરાઉન્ડર ફહીમ અશરફ પર વિશ્વાસ મુક્યો છે. ફહીમ ફાસ્ટ બોલિંગ સાથે બોટમ ઓર્ડરમાં સારી બેટિંગ પણ કરી શકે છે. બંગ્લાદેશ વિરુદ્ધ તેમણે શાનદાર બોલિંગ કરી હતી.
4 ફાસ્ટ બોલર સાથે પાકિસ્તાન ઉતરશે
ભારત વિરુદ્ધલ પાકિસ્તાને 4 ફાસ્ટ બોલર સાથે મેદાવમાં ઉતરવાનો નિર્ણય લીધો છે. પ્લેઈંગ ઈલેવનમાં શાહીન શાહ અફરીદી, નસીમ શાહ અને હારિસ રઉફ સાથે ફહીમ અશરફને તક આપવામાં આવી છે. આ મેચમાં શાદાબ ખાન લીડ સ્પિનર હશે. તેનો સાથ આપવા માટે સલમાન આગા અને ઈફ્તિખાર અહમદ પણ છે.