• આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
  • કોબંલોમાં રમાશે બંને વચ્ચે મેચ
  • પ્રથમ મેચ વરસાદના કારણે  રદ થઈ હતી

એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાનની ટીમ ફરી એક વખત આમને-સામને આવવા માટે તૈયાર છે. ભારત-પાકિસ્તાનની ગત મેચ વરસાદના કારણે રદ થઈ હતી. વિરાટ કોહલી તે મેચમાં કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહતો, પરંતુ કોહલી આ વખતે શાનદાર પ્રદર્શન કરી શકે છે. કોહલીએ આ મેચ માટે ખુબ પ્રેક્ટિસ કરી છે. એક દિલચસ્પ વાત એ પણ છે કે, કોલંબોમાં કોહલીના નામે સારો રેકોર્ડ છે. જેથી તે પાકિસ્તાન વિરુદ્ધ લાંબી ઈનિંગ રમી શકે છે..

કોલંબોમાં કોહલી બને છે કિંગ

કોહલીને કોલંબોનો કિંગ પણ કહેવામાં આવે છે. કોહલીએ કોલંબોમાં ગત 3 વનડે ઈનિંગમાં શાનદાર સદી લગાવી છે. દિલચસ્પ વાત એ છે કે, બે વખત કોહલી અણનમ પણ રહ્યો છે. કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ જુલાઈ 2012માં કોલંબોમાં અણનમ સદી ફટકારી હતી. તેમણે 128 રનની ઈનિંગ રમી હતી. કોહલીએ આ બાદ 2017માં કોલંબોમાં 2 સદી ફટકારી હતી. તેમણે ઓગસ્ટ 2017માં 131 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જે બાદ સપ્ટેમ્બર 2017માં અણનમ 110 રન બનાવ્યા હતા.

કોહલીએ 12 હજાર 902 રન બનાવ્યા

કોહલીનું બેટ કોલંબોમાં સારૂં ચાલે છે. જો કોહલીનો પાકિસ્તાન વિરુદ્ધ રેકોર્ડ જોવામાં આવે તો, કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ વનડે કરિયરનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો. જો ઓવરઓલ વનડે પરફોર્મન્સ પર નજર કરવામાં આવે તો, કોહલીએ 277 મેચમાં 12 હજાર 902 રન બનાવ્યા છએ. કોહલીએ આ ફોર્મેટમાં 46 સદી અને 65 ફિફ્ટી ફટકારી છે. તેમણે 1 હજાર 2112 ફોર અને 138 સિક્સ લગાવી છે.

સુપર-4માં 3 મેચ રમશે ટીમ ઈન્ડિયા

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા સુપર ફોરમાં 3 મેચ રમશે. તેનો પ્રથમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ છે. જે બાદ બીજી મેચ શ્રીલંકા સાથે થશે, આ મેચ કોલંબોમાં રમવામાં આવશે. કોહલી શ્રીલંકા વિરુદ્ધ કોલંબોમાં 3 સદી ફટકારી ચૂક્યો છે. જે બાદ ટીમ ઈન્ડિયા 15 સપ્ટેમ્બરે બંગ્લાદેશ વિરુદ્ધ મેચ રમશે.


  • Follow us on: