• 10 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
  • પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ હતી
  • સુપર-4ની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં કોને મળશે સ્થાન?

2023 એશિયા કપમાં સુપર-4 મેચ મેચ શરૂ થઈ ગયા છે. હવે 10 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો રમવામાં આવશે. આ મેચ બાદ પ્લેઈંગ ઈલેવન નક્કી કરવું એ કેપ્ટન રોહિત શર્મા માટે સરળ નથી. જેથી પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલાં રોહિત શર્માના ટેન્શનમાં વધારો થયો છે.

બુમરાહની ટીમમાં થઈ વાપસી

પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલાં જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા સાથે જોડાયા છે. સાથે કેએલ રાહુલ પણ સંપૂર્ણપણે ફિટ છે. જેથી હવે રાહુલ અન ઈશાન કિશનમાંથી કોને તક આપવામાં આવે, તે મોટો સવાલ છે. સાથે જ બુમરાહની વાપસી પર શમી અને શાર્દુલમાંથી કોને બહાર કરવામાં આવે, તે પણ રોહિત માટે માથાના દુઃખાવા સમાન છે.

રાહુલે ફિટનેસ ટેસ્ટ પાસ કરી

કેએલ રાહુલ ફિટનેસ ટેસ્ટ પાસ કરીને શ્રીલંકામાં ટીમ ઈન્ડિયા સાથે જોડાયો છે. પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલાં રાહુલે ટીમ સાથે પ્રેક્ટિસ પણ કરી હતી. રાહુલની જગ્યાએ પાકિસ્તાન વિરુદ્ધ 82 રનની ઈનિંગ રમી હતી. ઈશાન વનડેમાં સળંગ 4 ફિફ્ટી ફટકારી ચૂક્યો છે. જેથી ઈશાન કિશન અને કેએલ રાહુલમાંથી કોઈ એક ખેલાડીની પસંદગી કરવી, તે રોહિત શર્મા માટે સરળ રહેશે નહીં.

રોહિત આ વખતે શું કરશે?

જસપ્રીત બુમારાહ પણ પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલાં ટીમ સાથે જોડાયો છે. હવે બુમરાહની વાપસી થશે, તો શમી અથવા શાર્દુલમાંથી કોઈ એકને બહાર થવું પડશે. 2023 એશિયા કપના લીગ સ્ટેઝમાં કેપ્ટન રોહિતે બુમરાહ અને સિરાઝ સાથે શાર્દુલને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું હતું. સાથે શમીને બેંચ પર બેસવું પડ્યું હતું. જેથી હવે એ જોવું દિલચસ્પ રહેશે કે, રોહિત આ વખતે શું નિર્ણય લેશે.

  • Follow us on: