- ભારત-પાક.મેચને લઈ શોએબ અખ્તરનું મોટું નિવેદન
- શોએબે કહ્યું રોહિતને અફરીદીથી લાગે છે ભય
- 10 સપ્ટેમ્બરે બંને દેશ વચ્ચે રમાશે મહામુકાબલો
એશિયા કપ 2023માં પાકિસ્તાનના ફાસ્ટ બોલર્સે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. આ આક્રમણનું નૈતૃત્વ કરનારા શાહીન અફરિદીએ ભારત વિરુદ્ધ મેચમાં એકતરફી પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમના 2 સૌથી અનુભવી બેટ્સમેન કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેને શાહીને બોલ્ડ કર્યા હતા. ટીમ ઈન્ડિયાને પણ શાહીનના ખતરા અંગે ખ્યાલ હતો. આ જ કારણે પ્રેક્ટિસ કેમ્પમાં રોહિત સહિત અન્ય પણ ડાબા હાથના ફાસ્ટ બોલર સામે પ્રેક્ટિસ કરી હતી.
શાહીનને લઈ શોએબ અખ્તરનું નિવેદન
હવે શાહીનને લઈ પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું માનવું છે કે, તેમણે રોહિતના મનમાં ડર પેદા કર્યો છે. રોહિતને લઈ શોએબે કહ્યું કે, રોહિતે નિર્ધારિત બેટિંગની શૈલીમાં ફેરફાર કરવાની જરૂર પડી છે. જે દર્શાવે છે કે, શાહીનને લઈ હવે તેમના મનમાં ડર છે.
શોએબ અખ્તરે શું કહ્યું?
શોએબે કહ્યું કે, આ તે રોહિત શર્મા નથી. જેન આપણે તમામ ઓળખીએ છીએ. શાહીને હવે રોહિતના મગજમાં જગ્યા બનાવી લીધી છે. કારણ કે, મેં ક્યારેય રોહિતને તેનો સ્ટાંસ બદલતા જોયો નથી, પરંતુ હવે આ તમામ શાહીનની બોલિંગ વિરુદ્ધ દેખાઈ રહ્યા છે. આમાં ભારત-પાકિસ્તાન મેચનો દબાવ પણ મોટી ભૂમિકા નિભાવે છે.
10 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
એશિયા કપના સુપર-4 સ્ટેઝમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે મેચ રમવામાં આવશે. આ મેચ કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમવામાં આવશે. પાકિસ્તાની ટીમ અત્યાર સુધી એશિયા કપમાં 3 મેચ રમી છે. આ ત્રણેય મેચમાં પાકિસ્તાની ટીમની જીત થઈ છે.