- એશિયા કપના સુપર-4માં ચાર ટીમે મેળવી જગ્યા
- ભારત,પાકિસ્તાન,બાંગ્લાદેશ,શ્રીલંકાની ટીમ સુપર-4માં પહોંચી
- ભારત-પાકિસ્તાન મેચ પર વરસાદનો ખતરો
એશિયા કપ 2023ની ત્રીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમવામાં આવી હતી, પરંતુ આ મેચ વરસાદના કારણે પૂર્ણ થઈ શકી નહતી. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે સુપર-4ની મેચ રમાશે. સુપર-4ની આ મેચ પર પણ વરસાદનો ખતરો છે. આ મેચ કોલંબોમાં રમવામાં આવશે, પરંતુ કોલંબોમાં વરસતા વરસાદે ચિંતામાં વધારો કર્યો છે. ભારત-પાકિસ્તાનની ગત મેચમાં પણ વરસાદના કારણે મુશ્કેલી સર્જાઈ હતી.
10 સપ્ટેમ્બરે રમાશે મેચ
ભારત-પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે કોલંબોમાં મેચ રમવામાં આવશે, પરંતુ વરસાદના કારણે પિચ અને મેદાનની તૈયારીમાં અસર થઈ છે. ગ્રાઉન્ડ સ્ટાફ આ વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયો છે. ટીમ ઈન્ડિયાના ખેલાડી વરસાદના કારણે પ્રેક્ટિસ કરી શકતા નથી, આ કારણે મેચ પર સંકટના વાદળો છવાયા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગત મેચ પલ્લેકેલેમાં રમવામાં આવી હતી, પરંતુ વરસાદના કારણે મેચ પૂર્ણ થઈ શકી નહતી.
સમગ્ર ટૂર્નામેન્ટમાં આવ્યો વરસાદ
એશિયા કપ 2023ની સમગ્ર ટૂર્નામેન્ટ વરસાદના કારણે પ્રભાવિત થઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વરસાદના કારણે મેચ શિફ્ટ કરવાના સમાચાર આવ્યા હતા, પરંતુ આને લઈને હજુ સંપૂર્ણ માહિતી સામે આવી નથી. એક રિપોર્ટ અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં રમાનારી મેચ હમ્બનટોટામાં રમાઈ શકે છે, પરંતુ હજુ આને લઈ કોઈ પ્રકારની અધિકૃત માહિતી સામે આવી નથી.
વરસાદના કારણે ભારતની મેચ રદ થઈ હતી
ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2023ના સુપર-4માં ચાર ટીમે જગ્યા બનાવી છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમ સુપર-4માં પહોંચી છે. સાથે અફઘાનિસ્તાન અને નેપાળની ટીમ ટૂર્નામેન્ટથી બહાર થઈ છે. ભારતની પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ હતી. જેથી ભારત અને પાકિસ્તાન બંન ટીમને એક-એકલ પોઈન્ટ આપવામાં આવ્યો હતો. સાથે ટીમ ઈન્ડિયાએ બીજી મેચમાં નેપાળને 10 વિકેટે હરાવ્યું હતું. જેથી ટીમ ઈન્ડિયાને સુપર-4માં સ્થાન મળ્યું હતું.