- વરસાદના કારણે ભારત-પાકિસ્તાનની મેચ રદ
- બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યો
- રોહિત શર્માને કેમેરામેન પર ગુસ્સો આવ્યો
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવી પડી છે. જેથી બંને ટીમને 1-1 પોઈન્ટ મળ્યો છે, ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં ભારતીય કેપ્ટન કેમેરામેન ઉપર ગુસ્સો કરી રહ્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું કે, વરસાદ બાદ રોહિત શર્મા ડગઆઉટ ગયા તો કેમેરામેન ભારતીય ટીમના કેપ્ટન પર ફોકસ કરી રહ્યા હતા. જેથી રોહિત શર્માને ગુસ્સો આવ્યો હતો. અત્યારે રોહિત શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેના પર સોશિયલ મીડિયા યૂઝર્સ કોમેન્ટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે.
રોહિત શર્મા કેમેરામેન પર કેમ ગુસ્સે થયા?
ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત માટે રોહિત શર્મા અને શુભમન ગિલે ઓપનિંગ કર્યું હતું, પરંતુ ટીમ ઈન્ડિયાની ઈનિંગ શરૂ થયા બાદ વરસાદ આવ્યો હતો. જેથી મેચ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. જે બાદ રોહિત શર્મા અને શુભમન ગિલ ડગઆઉચ ગયા હતા. આ દમરિયાન કેમેરામેન વારંવાર રોહિત શર્મા પર ફોક્સ કરી રહ્યા હતા. જે બાદ ભારતીય કેપ્ટન ગુસ્સે થયા હતા.
હાર્દિક-ઈશાને સમ્માનજનક સ્કોર અપાવ્યો
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાએ જીત માટે 267 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. રોહિત શર્માના નૈતૃત્વવાળી ભારતીય ટીમે 48.5 ઓવરમાં 266 રન બનાવ્યા હતા. ભારત માટે હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 90 બોલ પર 87 રન બનાવ્યા હતા. તેમણે પોતાની ઈનિંગમાં 7 ફોર અને 1 સિક્સ લગાવી હતી, જ્યારે ઈશાન કિશને 81 બોલ પર 82 રન બનાવ્યા હતા. જેમાં કિશને 9 ફોર અને 2 સિક્સ ફટકારી હતી.