- ભારત-પાકિસ્તાનની મેચ વરસાદના કારણે રદ
- માત્ર એક ઈનિંગની જ રમત પૂર્ણ થઈ
- વરસાદના કારણે પાકિસ્તાનને થયો ફાયદો
એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમવામાં આવેલી મેચ વરસાદના કારણે રદ થઈ છે. મેચમાં ભારતની ઈનિંગ પૂર્ણ થઈ હતી, પરંતુ પાકિસ્તાનની ઈનિંગ શરૂ થઈ શકી નહીં. જેના કારણે મેચ રદ કરવી પડી હતી. હવે ઈરફાન પઠાણે જણાવ્યું કે, મેચ રદ થવાથી ભારતને શું નુકસાન થયું છે. તેમણે સમીકરણ સમજાવતા કહ્યું કે, ભારત આ મેચ જીતી શકે એમ હતું.
ભારતના હાથમાં હતી મેચ
ઈરફાન પઠાણે એક ટ્વીટના માધ્યમથી સમજાવ્યું કે, જો પાકિસ્તાનના 4 ખેલાડી પણ 66 રન પર આઉટ થાત, તો ભારત આ મેચ જીતી શકે એમ હતું. ભારતે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ટીમ 48.5 ઓવરમાં 266 રન પર ઓલઆઉટ થઈ હતી. ટીમ ઈન્ડિયાએ 14.1 ઓવરમાં 66 રને 4 વિકેટ ગુમાવી હતી. ટીમના તમામ મુખ્ય બેટ્સમેન આઉટ થયા હતા અને એવું લાગી રહ્યું હતું કે, ટીમ મોટો સ્કોર કરી શકશે નહીં.
ઈશાન અને પંડ્યાએ કર્યો કમાલ
ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાની જોડીએ કમાલ કરીને ટીમને સમ્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. બંનેએ 5મી વિકેટ માટે 138 રનની પાર્ટનરશિપ કરી હતી. હાર્દિક પંડ્યા 7 ફોર અને 1 સિક્સની મદદથી 87 રનની ઈનિંગ રમ્યો હતો. સાથે ઈશાન કિશને 81 બોલમાં 9 ફોર અને 2 સિક્સની મદદથી 82 રન બનાવ્યા હતા.
ભારત પાસે હતા ફાસ્ટ બોલર
ઈરફાન પઠાણે લખ્યું કે, 21 ઓવરમાં સ્પિનર્સે એક પણ વિકેટ લીધા વિના 133 રન આપ્યા, તે ગેમ ચેન્જર્સ હતું. પાકિસ્તાની સ્પિનર્સને એક પણ વિકેટ ન મળી અને તે થોડા મોંઘા સાબિત થયા હતા. પઠાણે આગળ લખ્યું કે, જો ઈન્ડિયા બોલિંગમાં પાકિસ્તાને 66 રન 4 વિકેટ ગુમાવી હોત તો, ઈન્ડિયાની બીજી ઓવર પણ ફાસ્ટ બોલરને આપવાની હતી. કારણે કે, ભારત પાસે 4 ફાસ્ટ બોલરની સ્વતંત્રતા હતી, જ્યારે પાકિસ્તાન પેસર સાથે રમી રહ્યું હતું. જેથી મને લાગે છે કે, હવે આ વરસાદથી ટીમ ઈન્ડિયા નિરાશ થશે.