- ભારત પાકિસ્તાન મેચમાં રામ સિયારામ ગીત વાગ્યું
- ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
- પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાઈ હતી મેચ
એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાની ટીમના ફાસ્ટ બોલર્સ શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમને 48.5 ઓવરમાં 266 રને ઓલઆઉટ કરી છે. આ દરમિયાન સ્ટેડિયમમાં એવું દ્રશ્ય જોવા મળ્યું, જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
66ના સ્કોરે 4 વિકેટ ગુમાવી હતી
ભારતીય ટીમે 66ના સ્કોરે 4 વિકેટ ગુમાવી હતી, તો ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ મહત્વપૂર્ણ પાર્ટનરશિપ સાથે ઈનિંગની સંભાળી હતી. આ દરમિયાન બંને ખેલાડી આક્રામક બન્યા, ત્યારે સ્ટેડિયમમાં ફિલ્મ આદિપુરુષનું રામ સિયા કામ ગીત સંભળાયું હતું. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
ઈશાન અને હાર્દિકે ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું
આ મેચમાં ભારતીય ટીમની ઈનિંગની વાત કરવામાં આવે, તો હાર્દિક પંડ્યા અને ઈશાન કિશનની 5મી વિકેટ માટે 138 રનની પાર્ટનરશિપે ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવાનું કામ કર્યું હતું. ભારતીય ટીમે એક સમયે 66ના સ્કોરે 4 વિકેટ ગુમાવી હતી. જે બાદ ઈશાન કિશને 81 બોલ પર 82 રનની ઈનિંગ રમી હતી. સાથે હાર્દિક પંડ્યાએ 90 બોલ પર 87 રનની ઈનિંગ રમી હતી. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહિન આફ્રિદીએ 4, હારિસ રઉફ અને નસીમ શાહે 3-3 વિકેટ મેળવી છે.