- પાકિસ્તાન વિરુુદ્ધ રોહિત શર્મા 11 રન પર આઉટ
- રોહિત શર્માએ પોતાના નામે કર્યો રેકોર્ડ
- બાઉન્ડ્રી ફટકારવા મામલે સહેવાગની કરી બરાબરી
એશિયા કપ 2023માં આજે ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને છે. આજની આ મેચ કેન્ડીના પલ્લેકેલે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જે શ્રીલંકામાં સ્થિત છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખુબ ખરાબ થઈ હતી. ટીમના સૌથી વધુ અનુભવી ખેલાડી વિરાટ કોહલી અને રોહિત શર્મા નજીવા સ્કોરે આઉટ થયા છે. આ ઉપરાંત શ્રેયસ અય્યર અને ગિલ પણ કાંઈ ખાસ કરી શક્યા નથી. શરૂઆતી 10 ઓવર બાદ ટીમ ઈન્ડિયાએ માત્ર 48 રન જ બનાવ્યા છે. આ તમામ વચ્ચે કેપ્ટન રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે
રોહિત શર્માએ ઈતિહાસ રચ્યો













