આવતીકાલથી એશિયા કપની થશે શરૂઆત
ભારત 2 સપ્ટેમ્બરે પોતાની પ્રથમ મેચ રમશે
એશિયા કપ પહેલાં રોહિતે આપ્યું મોટું નિવેદન
એશિયા કપ પહેલાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યું છે. રોહિતે વનડે ફોર્મેટમાં સ્ટ્રાઈક રેટ પર પોતાની વાત રાખી છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, હું વનડે ફોર્મેટમાં એક બેટ્સમેન તરીકે વધુ રિસ્ક લેવા માંગુ છું. આ જ કારણે ગત થોડા સમયથી મારી સ્ટ્રાઈક રેટમાં વધારો થયો છે, પરંતુ આનું મને નુકસાન પણ થયું છે. તેમણે કહ્યું કે, વનડે ફોર્મેટમાં મારી સ્ટ્રાઈક રેટમાં વધારો થયો છે, પરંતુ એવરેજ ઓછી થઈ છે.
રોહિત શર્માએ સ્ટ્રાઈક રેટ પર શું કહ્યું?
રોહિત શર્માએ કહ્યું કે, ગત થોડા વર્ષોથી મારી સ્ટ્રાઈક રેટ 105.110ની રહી છે. જો કે, આ મારી પસંદ છે, હું ખુદ આ પ્રકારે રમવા માંગુ છું. ગત થોડા વર્ષોથી હું જે પ્રકારે રમ્યો છું, તેનાથી હું ખુશ છું. આ ઉપરાંત પરિણામ પણ પોઝિટિવ જોવા મળ્યા છે.
રોહિત શર્માના આંકડા શું કહે છે?
રોહિત શર્મા અત્યાર સુધી 244 વનડે મેચ રમ્યો છે. આ 244 વનડે મેચમાં રોહિત શર્માએ 48.7ની એવરેજ અને 89.98ની સ્ટ્રાઈક રેટથી 10 હજાર 933 રન બનાવ્યા છે. આ ઉપરાંત રોહિત શર્માએ વનડે ફોર્મેટમાં 30 સદી અને 48 ફિફ્ટી ફટકારી છે. સાથે જ રોહિતે વનડે ફોર્મેટમાં 3 વખત બેવડી સદી ફટકારી છે. રોહિત શર્મા વનડે ફોર્મેટમાં 3 વખત બેવડી સદી ફટકારનારો દુનિયાનો પ્રથમ બેટ્સમેન છે.













