- એશિયા કપ પહેલાં કોહલીએ લૂક બદલ્યો
- નવા લૂકમાં જોવા મળ્યો વિરાટ કોહલી
- વિરાટ કોહલીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ
એશિયા કપ 2023ની શરૂઆત 30 ઓગસ્ટથી થશે. આ ટૂર્નામેન્ટની પ્રથમે મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમવામાં આવશે, ત્યારે આ ટૂર્નામેન્ટ પહેલાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી નવા લૂકમાં જોવા મળ્યો છે. કોહલીના આ લૂકના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
કોહલીએ નવા લૂકનો ફોટો શેર કર્યો
કોહલીએ અધિકૃત ઈન્સ્ટાગ્રામથી એક સ્ટોરીના માધ્યમથી નવા લૂકનો ફોટો શેર કર્યો છે. કોહલીનો આ નવો અંદાજ ખુબ શાનદાર લાગી રહ્યો છે. નવા લુકમાં કોહલીને દાઢી સૂટ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી અત્યારે ટીમ ઈન્ડિયા સાથે એશિયા કપની તૈયારી કરી રહ્યો છે.
વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ફટકારી હતી સદી
તાજેતારમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝનો પ્રવાસ કર્યો હતો. અહીં ભારતીય ટીમ વનડે, ટેસ્ટ અને T-20 સીરિઝ રમી હતી. સૌથી પહેલાં રમવામાં આવેલી ટેસ્ટ સીરિઝમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. કોહલીએ જે મેચમાં સદી ફટકારી હતી, તે મેચ કોહલીના આંતરરાષ્ટ્રીય કરિયરની 500મી મેચ હતી. આ મેચની પ્રથમ ઈનિંગમાં કોહલીએ 11 ફોરની મદદથી 121 રન બનાવ્યા હતા. આ કોહલીની 76મી આંતરરાષ્ટ્રીય સદી હતી.
2022 એશિયા કપ ખાસ રહ્યો
આ પહેલાં 2022માં રમવામાં આવેલો એશિયા કપ વિરાટ કોહલી માટે ખાસ રહ્યો હતો. જેમાં કોહલીએ અંદાજે 3 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. જે T-20 આંતરરાષ્ટ્રીયમાં કોહલીની પ્રથમ સદી હતી. એશિયા કપની આ સદી બાદ કોહલી ફરી એક વખત લયમાં આવ્યો અને અત્યારે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.
કોહલી ભારત માટે 501 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી અત્યાર સુધી પોતાના કરિયારમાં 501 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. આ મેચની 559 ઈનિંગમાં બેટિંગ કરીને કોહલીએ 53.63ની એવરજેથી 25 હજાર 582 રન બનાવ્યા છે. જેમાં 76 સદી અને 131 ફિફ્ટી સામેલ છે.