• 30 ઓગસ્ટથી એશિયા કપની થશે શરૂઆત
  • 2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ
  • ઈમામ ઉલ હકે વિરાટ કોહલીની પ્રશંસા કરી

ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે પલ્લેકલમાં મેચ રમવામાં આવશે. એશિયા કપ 2023ની ત્રીજી મેચમાં આ બંને ટીમ એક-બીજા વિરુદ્ધ મેદાનમાં હશે. વિરાટ કોહલી આ મેચમાં મોટી ઈનિંગ રમી શકે છે, ત્યારે પાકિસ્તાનના ખેલાડી ઈમામ ઉલ હકે વિરાટ કોહલીની પ્રશંસા કરી છે. ઈમામે કોહલીને પોતાનો રોલ મોડલ કહ્યો છે. ઈમામે કહ્યું કે, કોહલી ફિટનેસ અને રમતમાં પરફેક્ટ છે.

"વિરાટ કોહલી પરફેક્ટ રોલ મોડલ"

ઈમામે કહ્યું કે, વિરાટ કોહલી પરફેક્ટ રોલ મોડલ છે અને તે પ્રદર્શન, ફિટનેસ અને બ્રાંડિંગ મામલે અમારા જેવા ક્રિકેટર્સ માટે સારૂં ઉદાહરણ છે. ઈમામને એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમમાં સ્થાન મળ્યું છે. ઈમામનો અત્યાર સુધીનો રેકોર્ડ સારો છે. ઉલ્લેખનીય છે કે, ઈમામ પહેલાં અનેક પાકિસ્તાની ક્રિકેટર વિરાટ કોહલીની પ્રશંસા કરી ચૂક્યા છે. પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે પણ કોહલીની અનેક વખત પ્રશંસા કરી હતી.

ઈમામ ઉલ હકનું કરિયર

ઈમામ ઉલ હક પાકિસ્તાન માટે અત્યાર સુધી 62 વનડે મેચ રમ્યો છે. જેમાં ઈમામે 2 હજાર 884 રન બનાવ્યા છે. તે આ ફોર્મેટમાં 9 સદી અને 18 ફિફ્ટી ફટકારી ચૂક્યો છે. ઈમામનો સર્વશ્રેષ્ઠ સ્કોર 151 રન છે. ઈમામ 22 ટેસ્ટ મેચ પણ રમ્યો છે. આ ફોર્મેટમાં ઈમામે 1 હજાર 474 રન બનાવ્યા છે. ઈમામે ટેસ્ટમાં 3 સદી ફટકારી છે. ઉપરાંત 8 ફિફ્ટી લગાવી છે. તેનો આ ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 157 રન છે.

એશિયા કપ 2023 માટે પાકિસ્તાનની ટીમ

બાબર આઝમ(કેપ્ટન), અબ્દુલ્લા શફીક, ફખર જમાન, ઈમામ-ઉલ-હક, સલમાન અલી આગા, ઈફ્તિખાર અહમદ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હારિસ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, ફહીમ અશરફ, હારિસ રઉફ, મોહમ્મદ વસીમ જૂનિયર, નસીમ શાહ, શાહીન અફરીદી, સઉદ શકીલ.

  • Follow us on: