- 30 ઓગસ્ટે એશિયા કપની શરૂઆત થશે
- અફઘાનિસ્તાને એશિયા કપ માટે ટીમ જાહેર કરી
- અફઘાનિસ્તાન 3 સપ્ટેમ્બરથી અભિયાનની શરૂઆત કરશે
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે 2023 એશિયા કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. અફઘાનિસ્તાને ટૂર્નામેન્ટ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જેમાં હશમતુલ્લાહ શાહિદને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
17 સપ્ટેમ્બરે ફાઈનલ મેચ રમાશે
2023 એશિયા કપ 30 ઓગસ્ટે શરૂ થશે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે રમવામાં આવશે. સાથે અફઘાનિસ્તાન આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 3 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ વિરુદ્ધ રમશે.
એશિયા કપ માટે અફઘાનિસ્તાનની ટીમ-
રહમાનુલ્લાહ ગુરબાાઝ, રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહીમ ઝદરાન, રિયાઝ હસન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, આઈ અલીખેલ, રાશિદ ખાન, ગુલબદ્દીન નૈબ, કરીમ જનાત, અબ્દુલ રહમાન, એસ અશરફ, મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ, એસ સફી અને ફઝલહક ફારૂકી.
એશિયા કપ 2023નું શિડ્યૂલ
| તારીખ | ટીમ | સ્થળ |
| 30 ઓગસ્ટ | પાકિસ્તાન Vs નેપાળ | મુલ્તાન |
| 31 ઓગસ્ટ | બાંગ્લાદેશ Vs શ્રીલંકા | કેન્ડી |
| 2 સપ્ટેમ્બર | પાકિસ્તાન Vs ભારત | કેન્ડી |
| 4 સપ્ટેમ્બર | ભારત Vs નેપાળ | કેન્ડી |
| 5 સપ્ટેમ્બર | અફઘાનિસ્તાન Vs શ્રીલંકા | લાહોર |
સુપર- 4
| તારીખ | ટીમ | સ્થળ |
| 6 સપ્ટેમ્બર | A1 Vs B2 | લાહોર |
| 9 સપ્ટેમ્બર | B1 Vs B2 | કોલંબો |
| 10 સપ્ટેમ્બર | A1 Vs A2 | કોલંબો |
| 12 સપ્ટેમ્બર | A2 Vs B1 | કોલંબો |
| 14 સપ્ટેમ્બર | A1 Vs B1 | કોલંબો |
| 15 સપ્ટેમ્બર | A2 Vs B2 | કોલંબો |
આ મેચનું ટાઈમિંગ શું હશે?એશિયા કપ 2023ની તમામ મેચ પાકિસ્તાન અને શ્રીલંકામાં રમવામાં આવશે. ભારતીય ટીમ પોતાની તમામ મેચ શ્રીલંકામાં રમશે. આ ઉપરાંત ફાઈનલ મેચની મેજબાની શ્રીલંકા કરશે. એશિયા કપની મેચ કેન્ડી, મુલ્તાન, લાહોર અને કોલંબોમાં રમવામાં આવશે. પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મેચ 30 સપ્ટેમ્બર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે, જ્યારે બાંગ્લાદેશ અને શ્રીલંકાની મેચ 31 ઓગસ્ટે બપોરે 1 વાગ્યે કેન્ડીમાં રમવામાં આવશે. ભારત-પાકિસ્તાનની મેચ 2 સપ્ટેમ્બરે કેન્ડીમાં 1 વાગ્યે શરૂ થશે. સાથે અફઘાનિસ્તાન-શ્રીલંકાની મેચ 5 સ્ટેમ્બરે બપોરે 3.30 વાગ્યે લાહોરમાં રમવામાં આવશે. એશિયા કપ 2023ના મેચ વનડે ફોર્મેટમાં રમવામાં આવશે. ગત વર્ષે T-20 વર્લ્ડકપના કારણે એશિયા કપનું ફોર્મેટ 20-20 ઓવરનું કરવામાં આવ્યું હતું.