• 30 ઓગસ્ટે એશિયા કપની થશે શરૂઆત
  • પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે
  • ભારત 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમશે

એશિયા કપ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. 30 ઓગસ્ટે આ ટૂર્નામેન્ટ શરૂ થશે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમવામાં આવશે. જે ભારત માટે ટૂર્નામેન્ટની પ્રથમ અને પાકિસ્તાન માટે બીજી મેચ હશે. આ વખતે એશિયા કપ 2023 વનડે ફોર્મેટમાં રમવામાં આવશે, ત્યારે વનડેમાં પાકિસ્તાન વિરુદ્ધ રોહિત શર્મા શાનદાર ફોર્મમાં જોવા મળે છે.

પાકિસ્તાન વિરુદ્ધ રોહિત શર્માનું પ્રદર્શન

વનડેમાં પાકિસ્તાન વિરુદ્ધ બેટિંગ કરીને રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને બેટ્સમેનોએ 2-2 સદી ફટકારી છે. જો કે, રોહિત શર્માએ કોહલીથી વધુ રન બનાવ્યા છે. રોહિત શર્મા અત્યાર સુધી પાકિસ્તાન વિરુદ્ધ વનડેમાં 16 મેચ રમ્યો છે. જેમાં રોહિતે 51.4ની એવરેજથી 720 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 2 સદી અને 6 ફિફ્ટી ફટકારી છે. સાથે રોહિત શર્માએ 64 ફોર અને 16 સિક્સ લગાવી છે. પાકિસ્તાન વિરુદ્ધ રોહિત શર્માનો હાઈસ્કોર 140 રન છે.

પાકિસ્તાન વિરુદ્ધ કિંગ કોહલીનું પ્રદર્શન

પાકિસ્તાન વિરુદ્ધ વિરાટ કોહલી 13 વનડે ઈનિંગ રમ્યો છે. જેમાં કોહલીએ 48.7ની એવરેજથી 536 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 2 સદી અને 2 ફિફ્ટી ફટકારી છે. જેમાં કોહલીનો હાઈસ્કોર 183 રન છે. આ દરમિયાન કોહલીએ 50 ફોર અને 5 સિક્સ પણ ફટકારી છે.

રોહિત અને વિરાટનું અત્યાર સુધીનું વનડે કરિયર

રોહિત શર્મા- ભારતીય કેપ્ટન રોહિત શર્મા અત્યાર સુધી પોતાના કરિયરમાં 244 વનડે મેચ રમ્યો છે. આ મેચની 237 ઈનિંગમાં બેટિંગ કરીને રોહિચે 9 હજાર 837 રન બનાવ્યા છે. આ દરમિયાન રોહિતના બેટથી 30 સદી અને 48 ફિફ્ટી સામેલ છે.

વિરાટ કોહલી- પૂર્વ ભારતીય કેપ્ટન કોહલી અત્યાર સુધી 275 વનડે મેત રમ્યો છે. આ મેચની 265 ઈનિંગમાં તેમણે 57.32ની એવરેજથી 12 હજાર 898 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 46 સદી અને 65 ફિફ્ટી લગાવી છે.

  • Follow us on: