- 30 ઓગસ્ટથી એશિયા કપ શરૂ થશે
- ભારત પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમશે
- પાક. સામે મેચ પહેલાં શ્રેયસ અય્યર સંપૂર્ણફિટ થયો
એશિયા કપ 2023ની 30 ઓગસ્ટથી શરૂઆત થશે. આ ટૂર્નામેન્ટની સૌથી મોટી મેચ 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વિરુદ્ધ રમવામાં આવશે. આ મેચ પહેલાં ટીમ ઈન્ડિયા અને ભારતીય ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમવા માટે શ્રેયસ અય્યર સંપૂર્ણપણે ફિટ છે. સાથે કેએલ રાહુલની ફિટનેસ પર પણ મોટું અપડેટ સામે આવ્યું છે.
શ્રેયસ અય્યરે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો
મળતી માહિતી મુજબ, શ્રેયસ અય્યર ફિટ છે. તેમણે ફિટનેસ ટેસ્ટ પણ પાસ કર્યો છે. કેએલ રાહુલ અંગે મેચ પહેલાં નિર્ણય લેવામાં આવશે. તેમણે અભ્યાસ સત્રમાં સારૂં પ્રદર્શન કર્યું છે, પરંતુ તે ફિટ જોવા નહીં મળે, તો ઈશાન કિશન બેકઅપ તરીકે હાજર છે.
ટીમ ઈન્ડિયાએ 6 દિવસનો કેમ્પ કર્યો
પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલાં ટીમ ઈન્ડિયાનો 6 દિવસનો બેંગ્લોરમાં ટ્રેનિંગ કેમ્પ હતો. આ કેમ્પમાં તમામની નજર કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર પર હતી. કારણ કે, ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા વિના આ બંને ખેલાડીને એશિયા કપની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
30 ઓગસ્ટે એશિયા કપની શરૂઆત થશે
2023 એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશે. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમવામાં આવશે. આ વખતે લાંબા સમય બાદ એશિયા કપ વનડે ફોર્મેટમાં રમવામાં આવશે. ટીમ ઈન્ડિયા એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ રમશે.
એશિયા કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા(ઉપ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ અને પ્રસિદ્ધ કૃષ્ણા.