• ભારતની મેચ જોવા માટે ફેન્સમાં અનોખો ક્રેઝ
  • ભારત-પાક મેચની તમામ ટિકિટનું વેચાણ થયું
  • ભારત-નેપાળ મેચની VIP-VVIP ટિકિટનું વેચાણ થયું

આગામી એશિયા કપને લઈ શ્રીલંકામાં થનારી મેચની ટિકિટનું વેચાણ શરૂ થયું છે. આ ટૂર્નામેન્ટના 4 મેચ પાકિસ્તાનમાં રમાશે, જ્યારે ફાઈનલ સહિત 9 મેચ શ્રીલંકામાં રમવામાં આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ-એની મેચ પણ શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં 2 સપ્ટેમ્બરે રમવામાં આવશે, આ મેચની ટિકિટનું વેચાણ શરૂ થયું છે, પરંતુ ગણતરીની મિનિટમાં મેચની તમામ ટિકિટનું વેચાણ થયું છે.

સૌથી પહેલાં મોંઘી ટિકિટનું વેચાણ થયું

ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેદાનમાં જે પણ દેશમાં એક-બીજા વિરુદ્ધ મેચ રમવા ઉતરે છે, તે દેશમાં ફેન્સનો ક્રેઝ જોવા મળે છે. આવું જ કાંઈક શ્રીલંકામાં થનારા મેચમાં જોવા મળ્યું છે. અહીં સૌથી પહેલાં મોંઘી ટિકિટનું વેચાણ થયું છે. આ મેચ માટે સૌથી મોંઘી ટિકિટ 300 US ડૉલર છે. એટલે કે, 25 હજાર ભારતીય રૂપિયા.

સૌથી સસ્તી ટિકિટનો ભાવ 2,500

આ મેચને લઈ સૌથી ઓછી કિંમતની ટિકિટનો ભાવ 2 હજાર 500 રૂપિયા છે. આ કિંમતની અમુક ટિકિટનું હજુ વેચાણ થયું નથી. સાથે V-VIP અને VIP સ્ટેન્ડની તમામ ટિકિટનું વેચાણ થઈ ગયું છે. VIP સ્ટેન્ડ ટિકિટની કિંમત અંદાજે 10 હજાર 500 રૂપિયા છે.

ભારત-નેપાળની ટિકિટનું પણ વેચાણ થયું

એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે પ્રથમ મેચ રમાશે. જે બાદ ભારતીય ટીમ 4 સપ્ટેમ્બરે નેપાળ સાથે પોતાની બીજી મેચ રમશે. આ મેચની ટિકિટનું પણ વેચાણ શરૂ થયું છે. નેપાળ વિરુદ્ધની V-VIP અને VIP સ્ટેન્ડની ટિકિટનું વેચાણ થઈ ગયું છે. આ મેચમાં સૌથી મોંઘી ટિકિટનો ભાવ અંદાજે 4 હજાર 200 રૂપિયા છે, જ્યારે સૌથી સસ્તી ટિકિટનો ભાવ 850 રૂપિયા છે.

  • Follow us on: