• ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
  • ઈશાન કિશને પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં બનાવ્યો રેકોર્ડ
  • મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો

એશિયા કપ 2023ની ત્રીજી મેચમાં ભારત-પાકિસ્તાનની ટીમ આમને-સામને છે. આ મેચ કેન્ડીના પલ્લેકેલે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ટીમની શરૂઆત ખુબ ખરાબ રહી હતી. ટીમે 66 રન પર 4 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ યુવા બેટ્સમેન ઈશાન કિશનના બેટથી શાનદારલ ઈનિંગ જોવા મળી છે.

ઈશાન કિશનની ઐતિહાસિક ઈનિંગ

ઈશાન કિશન જ્યારે બેટિંગ કરવા આવ્યો, ત્યારે ટીમ ઈન્ડિયાએ 48 રન પર 3 વિકેટ ગુમાવી હતી, પરંતુ ઈશાન કિશને ટીમની ઈનિંગ સંભાળીને 54 બોલ પર 50 રન પૂર્ણ કર્યા હતા. આ દરમિયાન તેમણે 6 ફોર અને 1 સિક્સ લગાવી હતી. આ વનડેમાં ઈશાન કિશનની ચોથી ફિફ્ટી હતી. આ પહેલાં તેમણે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ રમવામાં આવેલી 3 મેચની વનડે સીરિઝમાં 3 ફિફ્ટી ફટકારી હતી.


ધોની બાદ આવું કરનારો બીજો વિકેટકીપર બન્યો

ઈશાન કિશન એમ.એસ ધોની બાદ સળંગ 4 ફિફ્ટી ફટકારનારા બીજા ભારતીય વિકેટકીપર બન્યા છે. એમએસ ધોનીએ વર્ષ 2011માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સળંગ 4 ફિફ્ટી ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે, ઈશાન કિશન પ્રથમ વખત નંબર 5 પર બેટિંગ કરવા આવ્યો હતો. આ પહેલાં તે નંબર 1, 2 અને 3 પર બેટિંગ કરી ચૂક્યો છે. ઈશાન કિશનને કેએલ રાહુલની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. જેનો ઈશાન કિશને ફાયદો ઉઠાવ્યો છે.

ઈશાન કિશને ધોનીનો રેકોર્ડ તોડ્યો

ટીમ ઈન્ડિયા આ મેચની શરૂઆતમાં સારૂં પ્રદર્શન કરી શકી નહતી, પરંતુ ઈશાન કિશને આ ઈનિંગમાં 9 ફોર અને 2 સિક્સ ફટકારી છે. આ સાથે જ કે એશિયા કપની એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનારો વિકેટકીપર પણ બની ગયો છે. આ મામલે મહેન્દ્ર સિંહ ધોની 76 રન સાથે બીજા નંબરે છે.

  • Follow us on: