- ઈન્ડિયાની ઓપનિંગ જોડી ફ્લોપ
- ઈશાન અને ગિલે કર્યા નિરાશ
- ત્રીજી મેચમાં ઓપનિંગ જોડીમાં થશે ફેરફાર?
ભારતીય ટીમ અત્યારે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ 5 મેચની T-20 સીરિઝ રમી રહી છે. આ સીરિઝના પ્રથમ 2 મેચમાં ભારતીય ટીમની હાર થઈ છે. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાની 4 રને હાર થઈ છે, જ્યારે બીજી મેચમાં 2 વિકેટે હાર થઈ છે. જેથી ભારતીય ટીમના પ્રદર્શન પર સવાલ ઉઠી રહ્યા છે. મુખ્યત્વે ભારતીય ટીમની બેટિંગ પર સવાલ ઉઠી રહ્યા છે. ભારતીય બેટ્સમેનોએ વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધની સીરિઝમાં ફેન્સને નિરાશ કર્યા છે.
ઈશાન કિશન અને શુભમન ગિલ બન્યા માથાનો દુઃખાવો!
ઈશાન કિશન અને શુભમન ગિલની ઓપનિંગ જોડી ભારતીય ટીમ માટે ફ્લોપ સાબિત થઈ છે. આંકડા જણાવે છે કે, ઈશાન કિશન અને શુભમન ગિલની જોડી માત્ર વેસ્ટ ઈન્ડીઝ સીરિઝમાં જ નહીં, પરંતુ ઓવરઓલ ફ્લોપ રહી છે. શુભમન અને ઈશાને અત્યાર સુધી કુલ 8 T-20 મેચમાં ઓપનિંગ કર્યું છે. આ તમામ મેચનો રેકોર્ડ ખરાબ છે.
ઈશાન-ગિલનો રેકોર્ડ કેવો છે?
ભારતીય ટીમ માટે ઈશાન કિશન અને શુભમન ગિલે ઓપનિંગમાં પ્રથમ ત્રણ મેચમાં ક્રમશઃ 16,5 અને 7 રન બનાવ્યા, જ્યારે આ બાદની 5 મેચમાં ઈશાન કિશન અને શુભમન ગિલે ઓપનર તરીકે ક્રમશઃ 17,10,3,12 અને 27 રનની પાર્ટનરશીપ કરી છે. આ પ્રકારે ટીમ માટે ઈશાન કિશન અને શુભમન ગિલે ઓપનર તરીકે 8 T-20 મેચમાં માત્ર 97 રન બનાવ્યા છે. જેના કારણે ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે અને ભારતીય ટીમ માટે ઈશાન કિશન અને શુભમન ગિલની ઓપનિંગ જોડી માથાનો દુઃખાવો બન્યો છે.