- શુભમન ગિલના નામે ઈનિંગમાં વધુ રન કરવાનો રેકોર્ડ
- ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બનાવ્યા અણનમ 126 રન
- યશસ્વી જયસ્વાલ તોડી શકે ગિલનો રેકોર્ડ
શુભમન ગિલ ટીમ ઈન્ડિયાના શ્રેષ્ઠ બેટ્સમેનની યાદીમાં સામેલ છે. તેમણે ટેસ્ટ, વનડે અને T-20 ફોર્મેટમાં ખુદને સાબિત કર્યો છે, પરંતુ શુભમન ગિલ વેસ્ટ ઈન્ડીઝની સીરિઝની પ્રથમ મેચમાં કાંઈ ખાસ કરી શક્યો નહતો. ટીમ ઈન્ડિયા શુભમનની વાપસીની આશા કરી રહી છે. શુભમન ભારત માટે T-20માં એક ઈનિંગમાં સૌથી વધુ રન કરનારા બેટ્સમેન છે. આ મામલે વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ પાછળ છે, ત્યારે યશસ્વી જયસ્વાલ શુભમન ગિલનો આ રેકોર્ડ તોડી શકે છે.
જયસ્વાલે T-20માં કર્યું ડેબ્યૂ
જયસ્વાલ ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરી ચૂક્યો છે. તેમણે 3 ઈનિંગમાં 266 રન બનાવ્યા છે. તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 171 રનનો છે. જયસ્વાલ હવે T-20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બન્યો છે. જો જયસ્વાલને તક મળશે, તો તે એક ઈનિંગમાં સૌથી વધુ રન કરવાનો ગિલનો રેકોર્ડ તોડી શકે છે. યશસ્વી IPLમાં સારૂં પ્રદર્શન કરી ચૂક્યો છે. IPLમાં જયસ્વાલે એક સદી પણ ફટકારી છે.
શુભમને બનાવ્યા સૌથી વધુ રન
ભારત માટે T-20 ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ શુભમનના નામે છે. શુભમને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અણનમ 126 રનની ઈનિંગ રમી હતી. આ મામલે વિરાટ કોહલી બીજા નંબર પર છે. કોહલીએ અફઘાનિસ્તાન વિરુદ્ધ અણનમ 122 રન બનાવ્યા હતા. આ મામલે રોહિત શર્મા ત્રીજા નંબરે આવે છે. રોહિતે શ્રીલંકા વિરુદ્ધ 118 રન બનાવ્યા હતા.
શુભમનનું પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે, શુભમન ભારત માટે અત્યાર સુધી 7 T-20 મેચ રમી ચૂક્યો છે. જેમાં શુભમને કુલ 205 રન બનાવ્યા છે. તેમણે 27 વનડે મેચમાં 1 હજાર 437 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં શુભમને 4 સદી, 1 બેવડી સદી અને 6 ફિફ્ટી ફટકારી છે. શુભમન ભારત માટે 33 ટેસ્ટ મેચ રમ્યો છે. જેમાં શુભમને 2 સદી સાથે 966 રન બનાવ્યા છે.