- 2 સપ્ટેમ્બરે ભારતીય ટીમ પ્રથમ મેચ રમશે
- પાકિસ્તાન વિરુદ્ધ ભારત રમશે મેચ
- ઈશાન કિશન મિડલ ઓર્ડરમાં કરશે બેટિંગ
એશિયા કપમાં આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમવામાં આવશે. પાકિસ્તાન વિરુદ્ધ મહત્વની મેચમાં ભારતના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ ઈજાગ્રસ્ત હોવાથી રમી શકશે નહીં. બેકઅપ વિકેટકીપર તરીકે ટીમ ઈન્ડિયાએ ઈશાન કિશનને સ્થાન આપ્યું છે. જેથી આ મેચમાં ઈશાન કિશનનું રમવું નક્કી છે. જો કે, ઈશાન કિશન કયા નંબર પર બેટિંગ કરશે, તેને લઈ સવાલ ઉભા થયા છે, પરંતુ મળતી માહિતી મુજબ, ઈશાન કિશન મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતો જોવો મળશે.
વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ દરમિયાન 3 ફિફ્ટી ફટકારી હતી
ઈશાન કિશને વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર કેપ્ટન તરીકે 3 મેચમાં ફિફ્ટી ફટકારી હતી. શાનદાર પ્રદર્શનના કારણે કિશન ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. આમ છતાં ટીમ મેનેજમેન્ટ ટોપ ઓર્ડરમાં ફેરફાર કરવા વિચારણા કરી રહ્યું છે. ઈશાન કિશનને નંબર 4 અથવા 5 પર રમવાની તક આપવામાં આવશે. પાકિસ્તાન ઉપરાંત નેપાળ વિરુદ્ધ પણ કિશન પ્લેઈંગ 11માં સ્થાન મેળવી શકે છે.
કિશન વર્લ્ડકપ ટીમનો ભાગ
ટીમ તરફથી મળતી માહિતી મુજબ, કેએલ રાહુલ પ્રથમ 2 મેચમાં રમશે નહીં, પરંતુ બેકઅપ તરીકે શ્રીલંકા મોકલવામાં આવેલા સંજૂ સેમસનની ટીમ સાથે જોડાવાની સંભાવના નથી. જો રાહુલ એશિયા કપથી સંપૂર્ણ બહાર થશે, તો સંજૂ સેમસનને ટીમમાં સ્થાન મળશે. આ સાથે એ પણ નક્કી થઈ ગયું કે, ઈશાન કિશન વર્લ્ડકપ પ્લાનનો ભાગ છે. કિશનને વર્લ્ડકપ માટે 15 સભ્યોની ટીમમાં જગ્યા આપવામાં આવશે. કિશન જરૂર પડ્યે બેકઅપ ઓપનિંગની ભૂમિકા નિભાવી શકે છે.