• આવતીકાલે એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ
  • પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમશે ઈન્ડિયા
  • પ્લેઈંગ ઈલેવનમાં સંજૂ સેમસનને મળશે સ્થાન?

પાકિસ્તાન અને શ્રીલંકાની જમીન પર રમવામાં આવતી એશિયા કપમાં ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ આવતીકાલે રમશે. પ્રથમ મેચમાં ભારતની ટક્કર પાકિસ્તાન સાથે છે. ભારત અને પાકિસ્તાનની આ મેચ પર સમગ્ર દુનિયાના ફેન્સની નજર રહેશે. જો કે, કેએલ રાહુલના નહીં રમવા પર ભારતીય ટીમને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ઈશાન કિશનને બેકઅપ વિકેટકીપર બેટ્સમેનન તરીકે પ્લેઈંગ 11માં સ્થાન આપવામાં આવશે, પરંતુ સંજૂ સેમસન ઈશાન કિશનની સરખામણીએ વધુ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.

કેએલ રાહુલ ગ્રુપ સ્ટેજ મેચ નહીં રમે

ઈજાના કારણે કેએલ રાહુલ એશિયા કપના ગ્રુપ સ્ટેજ મેચ રમશે નહીં. જેથી સંજૂ સેમસનને ટીમ સાથે શ્રીલંકા મોકલવામાં આવ્યો છે, પરંતુ સંજૂને ટીમમાં ત્યારે જ સામેલ કરવામાં આવશે, જ્યારે રાહુલ એશિયા કપથી બહાર થશે. જેથી ઈન્ડિયા પાસે વિકેટકીપર બેટ્સમેન તરીકે ઈશાન કિશનનો જ વિકલ્પ બાકી છે.

સંજૂ સેમસનના આંકડા જોરદાર

ઈશાન કિશનના રમવાના કારણે તે ઈન્ડિયા માટે બેટિંગ ઓર્ડરમાં નવી સમસ્યાા પેદા કરી શકે છે. ગિલ, રોહિત અને વિરાટના કારણે ભારતનો ટોપ ઓર્ડર સેટ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં કિશને નંબર 4 અથવા 5 પર જ બેટિંગ કરવી પડશે. કિશન પાસે વનડેમાં નંબર 5 પર બેટિંગ કરવાનો કોઈ અનુભવ નથી. નંબર 4 પર કિશને 6 ઈનિંગમાં બેટિંગ કરી છે અને માત્ર 1 ફિફ્ટી લગાવી છે, જ્યારે સંજૂ સેમસન મિડલ ઓર્ડરમાં વધુ પ્રભાવી નજર આવે છે. સંજૂએ નંબર 4 પર એક ઈનિંગ રમી છે અને 51 રન બનાવ્યા છે. નંબર 5 પર સંજૂએ 50ની એવરેજથી 104 રન બનાવ્યા છે. નંબર 6 પર સેમસને 4 ઈનિંગમાં 117ના સ્ટ્રાઈક રેટથી 180 રન બનાવ્યા છે. આંકડાના હિસાબે સંજૂ સેમસન મિડલ ઓર્ડરમાં ઈશાન કિશનના બદલે શ્રેષ્ઠ વિકલ્પ છે.

  • Follow us on: