• ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે રમાશે મેચ
  • ભારત પાક.વિરુદ્ધ મેચ રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે
  • બાબર આઝમ ભારત વિરુદ્ધ નથી કરી શકતો સારૂં પ્રદર્શન

ક્રિકેટ ફેન્સ ભારત અને પાકિસ્તાનની મેચની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. ક્રિકેટમાં જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને આવે છે, ત્યારે ખુબ રોમાંચ જોવા મળે છે. 2023 એશિયા કપમાં બંને ટીમ 2 સપ્ટેમ્બરે આમને-સામને આવશે. આ પહેલાં જુઓ વનડેમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનું કેવું પ્રદર્શન રહ્યું છે.

ભારત વિરુદ્ધ બાબરનું ખરાબ પ્રદર્શન

પાકિસ્તાની બેટિંગના સ્તંભ માનવામાં આવતા બાબર આઝમનો વનડેમાં ભારત વિરુદ્ધ રેકોર્ડ કાંઈ ખાસ નથી. બાબર આઝમ વનડે ફોર્મેટમાં એક પણ વખત ભારત વિરુદ્ધ ફિફ્ટી ફટકારી શક્યો નથી. બાબર વર્ષ 2017માં ભારત વિરુદ્ધ પોતાની પ્રથમ મેચ રમ્યો હતો. આમ છતાં ફિફ્ટી ફટકારી શક્યો નથી.

4 વર્ષ બાદ બંને ટીમ વચ્ચે રમાશે મેચ

ભારત અને પાકિસ્તાન વચ્ચે 4 વર્ષ બાદ વનડે મેચ રમવામાં આવશે. ગત વખતે બંને ટીમ 2019 વર્લ્ડકપમાં આમને-સામને આવી હતી. તે મેચમાં ભારતીય ટીમની જીત થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં બાબર આઝમ પણ રમ્યો હતો. જો કે, બાબરે આ મેચમાં 48 રન બનાવ્યા હતા.

ભારત વિરુદ્ધ બાબરે એક પણ ફિફ્ટી ફટકારી નથી

પાકિસ્તાન માટે 104 વનડે મેચમાં 60ની એવરેજથી 5 હજાર 353 રન બનાવનારા બાબર આઝમે ભારત વિરુદ્ધ ક્યારેય પણ વનડે ફોર્મેટમાં ફિફ્ટી ફટકારી નથી. ટીમ ઈન્ડિયા વિરુદ્ધ બાબરે હંમેશા સંઘર્ષ કર્યો છે. બાબર ભારત વિરુદ્ધ 5 વનડે મેચ રમ્યો છે. જેમાં તેમણે માત્ર 158 રન બનાવ્યા છે.

વનડેમાં ભારત વિરુદ્ધ બાબરનું પ્રદર્શન

વર્ષ ટૂર્નામેન્ટરન
2017 ચેમ્પિયન્સ ટ્રોફી8
2017ચેમ્પિયન્સ ટ્રોફી46
2018એશિયા કપ47
2018એશિયા કપ9
2019વર્લ્ડકપ48

એશિયા કપની પ્રથમ મેચમાં 151 રન કર્યા


અત્યારે પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ શાનદાર ફોર્મમાં છે. બાબર આઝમ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં નેપાળ વિરુદ્ધ 151 રનની ઈનિંગ રમ્યો હતો. સાથે બાબર આઝમ અત્યારે વનડે ફોર્મેટમાં દુનિયાનો બેસ્ટ બેટ્સમેન છે. જેથી બાબર ભારત માટે મુસીબત બની શકે છે.

  • Follow us on: