• પાકિસ્તાનના કેપ્ટનના બાબર આઝમે વિરાટ કોહલીની કરી પ્રશંસા
  • કોહલીને 2019માં બાબર આઝમને આપી હતી સલાહ
  • કોહલીની સલાહથી બાબરની ગેમમાં સુધારો થયો

30 ઓગસ્ટથી પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર એશિયા કપની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે સમગ્ર દુનિયાના ક્રિકેટ પ્રેમીઓની નજર 2 સપ્ટેમ્બરે થનારી ભારત અને પાકિસ્તાન મેચ પર છે. જો કે, આ મેચ પહેલાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે વિરાટ કોહલીની ખુશ પ્રશંસા કરી છે. બાબર આઝમે એક દિલચસ્પ વાત જણાવી છે. જેમાં તેમણે કહ્યું કે, કોહલીએ કેવી રીતે તેમની મદદ કરી હતી.

બાબરે કોહલી અંગે શું કહ્યું?

આ મેગામેચ પહેલાં બાબર આઝમે વિરાટ કોહલી સાથે પોતાની પ્રથમ મેચને યાદ કરી છે. જેમાં બાબર આઝમે વિરાટ કોહલીને શાનદાર વ્યક્તિ ગણાવ્યો છે. બાબરે કહ્યું કે, તેમને 2019ના વર્લ્ડકપમાં પ્રથમ વખત વિરાટ કોહલી સાથે વાત કરવાની તક મળી હતી. આ દરમિયાન વિરાટ કોહલીએ બાબર આઝમને અમુક સૂચન કર્યા હતા. જેના આધારે બાબર આઝમની રમતમાં સુધારો થયો છે.

કોહલીના કારણે રમતમાં સુધારો થયો

બાબર આઝમે કહ્યું કે, વિરાટ કોહલી સાથે મુલાકાત પહેલાં રમતને લઈ મારી પાસે અનેક સવાલ હતા. પાકિસ્તાન કેપ્ટને વધુમાં કહ્યું કે, કોહલી જેવા દિગ્ગજ ક્રિકેટરને મળવું અને વાત કરવી તે મારા માટે ગર્વની ક્ષણ હતી. રમતને લઈ મારી પાસે જે પણ સવાલ હતા, તેમાં કોહલીએ મને સૂચન આપ્યું હતું. જેના કારણે મારી રમતમાં સુધારો થયો છે.

બાબર આઝમ શાનદાર ફોર્મમાં

બાબર આઝમે કહ્યું કે, 2019માં વિરાટ કોહલી અલગ લેવલ પર રમતા હતા. આજ પણ તેમની રમતનું લેવલ અલગ છે. હું વિરાટ કોહલી પાસેથી સલાહ લેવા માંગતો હતો. હું વિરાટ કોહલીના અનુભવની શીખ લેવા માંગતો હતો. વિરાટ કોહલીએ મારા તમામ સવાલનો જવાબ આપ્યો હતો. જેના કારણે મને ખુબ ફાયદો થયો છે.

બાબર આઝમ અત્યારે નંબર વન બેટ્સમેન

ઉલ્લેખનીય છે કે, બાબર આઝમ અત્યારે દુનિયાના નંબર વન બેટ્સમેન બની ગયા છે. બાબર આઝમે માત્ર 100 વનડે મેચમાં 19 સદી ફટકારી છે અને 5 હજારથી વધુ રન બનાવ્યા છે. બાબર આઝમ આ મામલે વિરાટ કોહલીની આગળ નીકળી ગયા છે.

નેપાળ વિરુદ્ધ સદી ફટકારી હતી

એશિયા કપમાં પણ બાબર આઝમે શાનદાર શરૂઆત કરી છે. નેપાળ વિરુદ્ધ બુધવારે રમવામાં આવેલી મેચમાં બાબર આઝમે 151 રનની ઈનિંગ રમી હતી. જેથી બાબર આઝમના પડકારનો સામનો કરવો એ ભારતીય બોલર માટે સરળ રહેશે નહીં

  • Follow us on: