- 2 સપ્ટેમ્બરે એશિયા કપની સૌથી મોટી મેચ રમાશે
- ભારત અને પાકિસ્તાનની ટીમ આવશે આમને-સામને
- ભારત-પાક.ની મેચમાં વરસાદ થવાની સંભાવના
એશિયા કપ 2023માં ફેન્સ 2 સપ્ટેમ્બરે થનારી ભારત-પાકિસ્તાન મેચની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હવે ફેન્સ માટે ખુબ નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. એશિયા કપની આ મેચમાં વરસાદ વિઘ્ન બની શકે છે. બંને ટીમ વચ્ચે એશિયા કપની આ મેચ શ્રીલંકાના પલ્લેકલમાં રમવામાં આવશે.
2 સપ્ટેમ્બરે 26 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના
આ મેચમાં વરસાદ થવા સાથે વીજળીની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પલ્લેકલ શ્રીલંકાના કેન્ડીમાં આવે છે અને વેધર રિપોર્ટ અનુસાર, 2 સપ્ટેમ્બરે કેન્ડીમાં 80 ટકા વરસાદ થવાની સંભાવના છે. સાથે આ દિવસે અહીં 26 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. આ દિવસે પવન પણ 10થી 15 કિમી પ્રતિક લાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે.
પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમીને ભારત એશિયા કપના અભિયાનની શરૂઆત કરશે
ક્રિકેટ જગતમાં ભારત-પાકિસ્તાન મેચને મોટી ટક્કર માનવામાં આવે છે અને ક્રિકેટ પ્રેમીઓ આ બંને ટીમના મેદાનમાં આવવાની રાહ જોતા હોય છે. હવે ફેન્સની આતૂરતાનો અંત આવવામાં ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ દિવસે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવે એ જોવાનું દિલચસ્પ રહેશે કે, આ મેચ થઈ શકશે કે નહીં. ઉલ્લેખનીય છે કે, આ મેચથી ભારત પોતાના અશિયાકપના અભિયાનનો પ્રારંભ કરશે, જ્યારે પાકિસ્તાન નપાળ વિરુદ્ધ એક મેચ રમી ચૂક્યું છે.
એશિયા કપ માટે ભારતનું સ્ક્વોડ
રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ, મોહમ્મદ શમી, ઈશાન કિશન, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા અને સંજૂ સેમસન(રિઝર્વ પ્લેયર)
એશિયા કપ માટે પાકિસ્તાનની સ્ક્વોડ
ફખર જમાન, ઈમામ ઉલ હક, બાબર આઝમ(કેપ્ટન), મોહમ્મદ રિઝવાન(વિકેટકીપર), આગા સલમાન, ઈફ્તિખાર અહમદ, શાબાદ ખાન, ફહીમ અશરફ, મોહમ્મદ હારિસ, મોહમ્મદ વસીમ જૂનિયર, અબ્દુલ્લા શફીક, ઉસામા મીર, સઉદ શકીલ, મોહમ્મદ નવાઝ, શાહીન અફરીદી, નસીમ શાહ, હારિસ રઉફ.