- એશિયા કપ છેલ્લે વર્ષ 2018માં ODI ફોર્મેટમાં રમાયો હતો
- છેલ્લા થોડા વર્ષોમાં ભારત-પાક. બેવાર આમને-સામને આવ્યા હતા
- બંને વખત ભારતે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું
એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે ટક્કર થશે. શ્રીલંકામાં આગામી 17 દિવસમાં ભારત અને પાકિસ્તાન ત્રણ વખત ટકરાશે. પરંતુ શું તમે જાણો છો કે થોડા વર્ષો પહેલા ભારતે પાકિસ્તાનને ચાર દિવસમાં બે વાર હરાવ્યું હતું.
એશિયા કપ છેલ્લે વર્ષ 2018માં ODI ફોર્મેટમાં રમાયો હતો. ત્યારબાદ ભારતીય ટીમે રોહિત શર્માની કપ્તાનીમાં ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. તે સમયે વિરાટ કેપ્ટન હતા. પરંતુ તેમણે આરામ કરવાનો નિર્ણય લીધો હતો. UAEમાં આયોજિત ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન બે વખત ટકરાયા હતા અને બંને વખત ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. પાકિસ્તાનની ટીમ ખરાબ રન રેટના કારણે ફાઇનલમાં પણ પહોંચી શકી નથી. ત્યારબાદ ભારતે ખિતાબ જીત્યો હતો.
ભુવીએ પાકિસ્તાનની શરુઆત બગાડી
દુબઈમા્ં ગ્રુપ મેચમાં બંને ટીમો પ્રથમ વખત 19 સપ્ટેમ્બર 2018માં સામસામે આવી હતી ત્યારે ભુવનેશ્વર કુમારે કુલ ત્રણ રનના સ્કોર પર બંને ઓપનરને આઉટ કરીને પાકિસ્તાનની શરૂઆત બગાડી હતી. ભારતની ચુસ્ત બોલિંગ સામે પાકિસ્તાન કોઈક રીતે 162 રન બનાવી શક્યું હતું. તે સામાન્ય સ્કોર હતો જેને રોહિત શર્મા અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે 86 રનની ભાગીદારી કરીને તેનાથી પણ નાનો બનાવ્યો હતો. ભારતે આ મેચ આઠ વિકેટે સરળતાથી જીતી લીધી હતી.
ઓપનરોએ તેને એકતરફી બનાવી દીધી હતી
સુપર-4 સ્ટેજમાં ફરી એકવાર 23 સપ્ટેમ્બર 2018માં બંને ટીમો સામસામે આવી હતી. પાકિસ્તાની બેટ્સમેનોએ આ વખતે સારું પ્રદર્શન કર્યું અને ભારતને 238 રનનો ટાર્ગેટ આપ્યો. સારી બોલિંગ સામે આ સરળ લક્ષ્ય નહોતું, પરંતુ પછીના કેટલાક કલાકોમાં, પાકિસ્તાની ફેન્સે તેમની ટીમ સામે ભારત તરફથી હાઈએસ્ટ ઓપનિંગ ભાગીદારી જોઈ, જેના કારણે મેચ ખૂબ જ એકતરફી બની ગઈ. શિખર ધવન અને રોહિત શર્માએ પ્રથમ વિકેટ માટે 210 રનની ભાગીદારી કરી હતી કારણ કે ભારતે ચાર દિવસમાં બીજી વખત પાકિસ્તાનને હરાવ્યું હતું.
બ્રિફ સ્કોર (ગ્રૃપ મેચો)
- પાકિસ્તાનઃ 162 (બાબર આઝમ 47, શોએબ મલિક 43, ભુવનેશ્વર 3/15)
- ભારત: 164/2 (રોહિત શર્મા 52, શિખર ધવન 46, શાદાબ ખાન 1/06)
બ્રિફ સ્કોર (સુપર-4 સ્ટેજ)
- પાકિસ્તાનઃ 237/7 (શોએબ મલિક 78, સરફરાઝ અહેમદ 44, જસપ્રિત બુમરાહ 2/29)
- ભારત: 238/1 (રોહિત શર્મા 111*, શિખર ધવન 114)
ફેક્ટર્સ
ભારતે ગ્રુપ મેચમાં પાકિસ્તાનને 126 બોલ બાકી રહેતા હરાવ્યું હતું. બોલની દ્રષ્ટિએ ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન સામે વનડેમાં આ સૌથી મોટી જીત હતી.
સુપર-4 મેચમાં રોહિત શર્મા અને શિખર ધવને 210 રનની ભાગીદારી કરી હતી. આ બંનેની વનડેમાં સૌથી મોટી ભાગીદારી છે.