- ભારત-પાકિસ્તાન ટીમ ફરી એક વખત આવશે આમને-સામને
- 10 સપ્ટેમ્બરે બંને દેશ વચ્ચે રમાશે મેચ
- પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવી પડી હતી
2023 એશિયા કપમાં 10 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. સુપર-4માં બંને ટીમ વચ્ચે ટક્કર થશે. આ પહેલાં લીગ સ્ટેઝમાં જ્યારે બંને ટીમ આમને-સામને આવી હતી, તો વરસાદ વિઘ્ન બન્યો હતો અને મેચ રદ કરવી પડી હતી. હવે 10 સપ્ટેમ્બરે સુપર-4માં ભારત અને પાકિસ્તાન ફરી આમને-સામને આવશે. સુપર-4માં ટીમ ઈન્ડિયાની આ પ્રથમ મેચ હશે, જ્યારે પાકિસ્તાને પોતાની સુપર-4ની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું, ત્યારે પાકિસ્તાન વિરુદ્ધ આ 3 ખેલાડી ભારતીય ટીમને જીત અપાવી શકે છે.
ઈશાન કિશન
લીગ સ્ટેઝમાં જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને આવી હતી, તો શાહીન અફરિદીની સામે રોહિત શર્મા અને વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું હતું. સાથે હારિસ રઉફે શુભમન ગિલ અને શ્રેયસ અય્યરને પણ સસ્તામાં આઉટ કર્યા હતા. જે બાદ ઈશાન કિશને આક્રામક બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને વાપસી કરાવી હતી. ઈશાન કિશન 82 રનની શાનદાર ઈનિંગ રમ્યો હતો. એક વખત ફરી ઈશાન કિશન પાકિસ્તાન માટે મુસીબત ઉભી કરી શકે છે.
વિરાટ કોહલી
લીગ સ્ટેઝમાં પાકિસ્તાન વિરુદ્ધ વિરાટ કોહલી કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહતો, પરંતુ આ ખેલાડી કોઈ પણ સમયે ટીમને એકતરફી જીત અપાવી શકે છે. તમામ ક્રિકેટ ફેન્સ જાણે છે કે, વિરાટ કોહલી મોટા મેચના પ્લેયર છે. જેથી સુપર-4માં તે એકલાહાથે પાકિસ્તાન વિરુદ્ધ ટીમને જીત અપાવી શકે છે. આ પહેલાં અનેક વખત વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ ટીમને જીત અપાવી છે.
હાર્દિક પંડ્યા
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાની વિસ્ફોટક બેટિંગ માટે પ્રખ્યાત છે, પરંતુ હાર્દિક જરૂરિયાત અનુસાર બેટિંગમાં ફેરફાર પણ કરી શકે છે. 2023 એશિયા કપના લીગ સ્ટેઝમાં પાકિસ્તાન વિરુદ્ધ તેમણે આવું જ કર્યું હતું. લીગ સ્ટેઝમાં ભારતીય ટીમના 4 ખેલાડી આઉટ થયા, તે બાદ હાર્દિક પંડ્યા બેટિંગ કરવા આવ્યા હતા. જે બાદ હાર્દિક પંડ્યાએ 87 રનની ઈનિંગ રમી હતી.