• આવતીકાલે ભારત અને પાકિસ્તાન વિરુદ્ધ મેચ
  • પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવી પડી હતી
  • પાક.વિરુદ્ધ મેચ પહેલાં કેએલ રાહુલે કરી પ્રેક્ટિસ

એશિયા કપમાં આવતીકાલે એટલે 10 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ બંને ટીમ સુપર-4 રાઉન્ડ માટે આમને-સામને આવશે. આ મહામુકાબલા માટે રિઝર્વ ડે પણ નક્કી કરવામાં આવ્યો છે. પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલાં કેએલ રાહુલ અને જસપ્રીત બુમરાહ ટીમની સાથે જોડાઈ ગયા છે. સાથે લાંબા સમય બાદ રાહુલ પણ ફિટ થયો છે. જેથી તમામના દિલમાં સવાલ ઉઠી રહ્યો છે કે, શું હવે રાહુલ વિકેટકીપિંગ કરી શકશે?

રાહુલે 45 મિનિટ વિકેટકીપિંગ કરી

શુક્રવારે કેએલ રાહુલે પોતાના ટિકાકારોને આકરો જવાબ આપ્યો છે. આ માટે રાહુલે 45 મિનિટ સુધી વિકેટકીપિંગ કરી છે. આ પહેલાં રાહુલે નેટ્સમાં પણ બેટિંગ અભ્યાસ કર્યો હતો.


રાહુલને પ્લેઈંગ ઈલેવનમાં મળશે સ્થાન?

રાહુલે નેટ પર જે વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરી છે, તેને ધ્યાનમાં રાખી રવિવારે પાકિસ્તાન વિરુદ્ધ થનારી સુપર-4 મેચ માટે તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાની સંભાવનામાં વધારો થયો છે. રાહુલ ભારત માટે અંતિમ વનડે આ વર્ષે માર્ચમાં ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમ્યો હતો.

રાહુલે પ્રેક્ટિસમાં નથી થતી મુશ્કેલી

રાહુલે પ્રેમદાસા સ્ટેડિયમમાં સ્ટંપ પર રહીને શરૂઆત કરી અને 2 સહયોગી સ્ટાફે બેટિંગ અને બોલિંગની ભૂમિકા નિભાવી છે. જે સ્પિનરો વિરુદ્ધ વિકેટકીપિંગનો અભ્યાસ હતો. રાહુલે ઓફ સ્ટંપ બહાર જતી બોલ પર અભ્યાસ કર્યો હતો. જેમાં રાહુલને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નહતો.

ઈશાન કિશને 4 મેચમાં 4 ફિફ્ટી ફટકારી

ઉલ્લેખનીય છે કે, રાહુલની ગેરહાજરીમાં વિકેટકીપિંગનું કામ ઈશાન કિશન કરતો હતો. ઈશાન કિશને સળંગ 4 મેચમાં 4 ફિફ્ટી ફટકારીને તમામનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. જેમાં 3 વેસ્ટ ઈન્ડીઝ અને 1 પાકિસ્તાન વિરુદ્ધ ફિફ્ટી હતી.

  • Follow us on: