• ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
  • શાહીન આફરિદી માટે ભારતીય બોલર્સે કરી ખાસ ટ્રેનિંગ
  • પાકિસ્તાની પેસર સામે લડવા ભારતીય ટીમ તૈયાર

ભારતીય બેટ્સમેનને અવાર-નવાર ડાબા હાથના ફાસ્ટ બોલર સામે અસમંજસમાં દેખાઈ છે. નવી બોલ સાથે લેફ્ટ આર્મ બોલર ભારતીય ટીમના ટોપ ઓર્ડર માટે હંમેશા મુશ્કેલ રહે છે. એશિયા કપમાં આજે ભારત પાકિસ્તાન સામે મેદાનમાં ઉતર્યું છે. આ મેચ પહેલાં ભારતીય બેટ્સમેનોએ શાહીન આફ્રિદીને પહોંચી વળવા માટે ખાસ પ્લાન બનાવ્યો છે.

ભારત પ્રથમ મેચ પાક. વિરુદ્ધ રમ્યું હતું

ભારતીય ટીમ એશિયા કપની પ્રથમ મેચ પણ પાકિસ્તાન વિરુદ્ધ રમ્યું હતું. જેમાં શાહીન આફરિદીએ ભારતીય બેટ્સમેનોને બાંધીને રાખ્યા હતા. શાહીને ભારતીય ટોપ ઓર્ડરના બંને મુખ્ય બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા 11 અને વિરાટ કોહલી માત્ર 4 રન બનાવીને આઉટ થયા હતા.

પાકિસ્તાન માટે ખાસ પ્લાન બનાવ્યો

અનેક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય બેટ્સમેનોએ પાકિસ્તાન વિરુદ્ધ મેચ માટે ખાસ સ્ટાંસમાં ફેરફાર કર્યો છે. આ ઉપરાંત ઈન્ડિયન બેટર્સે પાકિસ્તાનના શાહીન આફરિદીને પહોંચી વળવા માટે લેફ્ટ આર્મ થ્રોડાઉન સ્પેશલિસ્ટ વિરુદ્ધ મોટી તૈયારી કરી છે. ટીમ ઈન્ડિયા આ વખતે પાકિસ્તાન પેસ અકેટ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કમી છોડવા માંગશે નહીં.

પ્રથમ મેચમાં પાાકિસ્તાની બોલર્સનો હતો દબદબો

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ એશિયા કપની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ રમી હતી. મેચમાં ભારતીય બેટ્સમેન પાકિસ્તાનના પેસ અટેક સામે બિલ્કુલ નિષ્ફળ દેખાયા હતા. ભારતીય ટીમ 48.5 ઓવરમાં 266 રન પર ઓલઆઉટ થઈ હતી.

શાહીને 4 વિકેટ લીધી હતી

પાકિસ્તાન માટે શાહીન આફરિદીએ 10 ઓવરમાં 35 આપીને 4 વિકેટ લીધી હતી. આ ઉપરાંત નસીમ શાહ અને હારિસ રઉફે 3-3 વિકેટ લીધી હતી.

  • Follow us on: