• ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
  • પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
  • રવિન્દ્ર જાડેજા આજની મેચમાં બનાવી શકે મોટો રેકોર્ડ

ભારત-પાકિસ્તાન વચ્ચે રમાતી એશિયા કપની મેચમાં અનેક રેકોર્ડ બની શકે છે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પાસે પણ આજની મેચમાં રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે. જાડેજા એક વિકેટ લેતાની સાથે મોટી ઉપલબ્ધિ પોતાના નામે કરી શકે છે. આ મામલે તે ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડીને પાછળ છોડી દેશે.

એશિયા કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાની તક

આજની મેચમાં રવિન્દ્ર જાડેજા પાસે એશિયા કપમાં ભારતના ટોપ વિકેટ ટેકર બનવાની તક છે. તે આ ઉપલબ્ધિથી માત્ર એક વિકેટ દૂર છે. રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધી એશિયા કપમાં 22 વિકેટ લીધી છે. આ મામલે તે ઈરફાન પઠાણની સાથે છે. જેથી રવિન્દ્ર જાડેજા એક વિકેટ લઈને ઈરફાનનો આ રેકોર્ડ તોડી શકે છે.

એશિયા કપમાં ભારત માટે વધુ વિકેટ લેનારા ખેલાડી

ખેલાડીવિકેટ
ઈરફાન પઠાણ22
રવિન્દ્ર જાડેજા22
સચિન તેંડુલકર 17

જાડેજા પાસે 200 વિકેટ પૂર્ણ કરવાની તક

ભારત માટે એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેવા સાથે રવિન્દ્ર જાડેજા પાસે વનડે ફોર્મેટમાં 200 વિકેટ પૂર્ણ કરવાની પણ તક છે. અત્યારે જાડેજા 200 વિકેટથી માત્ર 3 વિકેટ દૂર છે. જો જાડેજા આજની મેચમાં 3 વિકેટ લેશે, તો તે ભારત માટે વનડેમાં 200 વિકેટ લેનારો છઠ્ઠો ખેલાડી બની જશે. અત્યાર સુધી વનડેમાં કપિલ દેવ, ઝહીર ખાન, હરભજનસિંહ, જવાગલ શ્રીનાથ અને અજિત અગરકર જ વનડેમાં 200 વિકેટ લેવાનું કારનામું કરી ચૂક્યા છે.

  • Follow us on: