- કેએલ રાહુલની ભારતીય ટીમમાં થઈ વાપસી
- રાહુલે ટીમમાં પરત આવીને મોટું કારનામું કર્યું
- રાહુલે ઝડપી 2 હજાર રન પૂર્ણ કર્યા
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબા સમય બાદ વાપસી કરનારો કેએલ રાહુલ પોતાના બેટથી એક મોટું કારનામું કરવામાં સફળ થયો છે. રાહુલને પાકિસ્તાન વિરુદ્ધ સુપર-4ની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં શ્રેયસ અય્યરની જગ્યાએ સ્થાન આપવામાં આવ્યું છે. આ મેચ પહેલાં રાહુલે વનડેમાં 1 હજાર 986 રન બનાવ્યા હતા અને હવે તેણે 2 હજાર રનનો આંકડો પાર કર્યો છે. રાહુલે આ કારનામું 53 ઈનિંગમાં પૂર્ણ કર્યું છે.
રાહુલ 2 હજાર રન બનાવનારો ત્રીજો ભારતીય બન્યો













